નવી દિલ્હી
પાકિસ્તાન સરકાર વતી સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું કે આ ઘટનામાં સામેલ ૧૦૯ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ૧૯૯૭ માં મંદિર પર પ્રથમ હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ભારે નુકસાન થયું હતું અને પીએચસીના વડા વાંકવાણીએ ૨૦૧૫ માં સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો અને પવિત્ર સ્થળની મરામત અને વાર્ષિક તીર્થયાત્રા ફરી શરૂ કરવા માટે મદદ માંગી હતી. “તે સમયે સ્થાનિક મૌલવી હિંદુઓ માટે ધાર્મિક મેળાવડાનું આયોજન કરવામાં અડચણો ઉભી કરી રહ્યા હતા, જ્યારે શ્રી પરમહંસ જીના અનુયાયીઓએ તે જગ્યાએ મંદિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. ” પાકિસ્તાન હિંદુ પરિષદે ૨૦૧૫ માં વાર્ષિક મેળાનું આયોજન કરવાનું શરૂ કર્યું જ્યારે સુપ્રીમ કોર્ટે પ્રાંતીય સરકારને તેરી મંદિરને પુનઃસ્થાપિત કરવા અને જાળવવા માટે નિર્દેશો આપ્યા હતા.આ મંદિર સંત શ્રી પરમ હંસજીનું છે અને આ મંદિરની સ્થાપના આઝાદી પહેલા ૧૯૨૦માં કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં જમિયત ઉલેમા ઈસ્લામ-ફઝલ સાથે સંકળાયેલા સ્થાનિક મૌલવીની આગેવાની હેઠળના ટોળાએ મંદિરમાં તોડફોડ કરી હતી. આ ઘટના મંદિરની નજીક જ યોજાયેલી જમિયત ઉલેમા ઇસ્લામ-ફઝલની રેલીના કલાકો પછી બની હતી. જેમાં વક્તાઓ કથિત રીતે ઉગ્ર ભાષણો આપતા હતા. તેની ઉશ્કેરણી બાદ ટોળાએ મંદિર પર હુમલો કરી મંદિરને આગ ચાંપી દીધી હતી. કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં સંપૂર્ણ તોડફોડ કરી હતી અને તેને આગ લગાવી દીધી હતી. જે બાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન સરકારને સખત ઠપકો આપ્યો હતો અને દેશમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારી ખર્ચે મંદિર બનાવવા અને મંદિરના નિર્માણ માટે આરોપીઓ પાસેથી ૩ કરોડ ૩૦ લાખ વસૂલવાનો નિર્દેશ કર્યો હતો.


