Delhi

પ્રયંકાનો ર્નિણય ગેઇમ ચેન્જ બનશે કે શું….? ગોવામાં મમતાને નેતાની શોધ…..!

વિરોધ પક્ષોને એકજૂટ કરવા નીકળેલા મમતા બેનર્જી થોડા દિવસ પહેલા પ્રશાંત કિશોર ના અહેવાલ અને દિશા નિર્દેશને લઈને ગોવા ગયા હતા કે જ્યાં ત્રણેક વર્ષથી કેજરીવાલની આમ આદમી પાર્ટી જમીની કાર્યો કરીને “આપ”નું સંગઠન જમાવી દીધેલ છે. અહી મમતાએ આપને આડે હાથ લીધી કે જ્યાં ટીએમસીનું સંગઠન નથી. એકાદ-બે કોંગ્રેસ નેતા ટીએમસીમા આવવાથી મમતા હવામાં ઊડવા લાગ્યા હતા. તેમાં સરદેસાઈ સાથેની મુલાકાતે જાણે કે તેઓનુ સરદેસાઈના પક્ષ સાથે ટીએમસીના ગઠબંધન તથા વિલય બાબતે ચર્ચા કરી અને ટીએમસીમા વિલય થઈ જશે તેવા સપનામાં રાચવા લાગ્યા પરંતુ પરિસ્થિતિએ બની ગઈ કે સરદેસાઈ ટીએમસી સાથે ગઠબંધન કે વિલયની બાબત સ્વીકારી નહી અને માત્ર મમતા સાથે મુલાકાત પુરતી જ સિમીત બની ગઈ જ્યારે કે મમતાને લોકનેતા એટલે કે પ્રજા પ્રિય નેતા જાેઈએ છે કે જેના આધારે ચૂંટણી લડી શકાય અને તેને માટે શોધ ચાલી રહી છે…. પરંતુ એવો ચહેરો મળતો નથી. ગોવાની વસ્તી ૧૬ લાખ જેવી છે અને પ્રજા ચહેરો જાેઈને મતદાન કરતી રહી છે.બીજી તરફ આમ આદમી પાર્ટીએ જીએમપીએફ પક્ષ સાથે ગઠબંધન કરી લીધું છે. ગોવામાં દશ વર્ષથી ભાજપનું શાસન છે ત્યાં ગત ચૂંટણી બાદ કોંગ્રેસના પાંચ વિધાયક ભાજપના ટેકામા આવી જતા ભાજપની સરકાર બની હતી. જ્યારે કે કોંગ્રેસ અને ટીએમસી નેતા માત્ર પ્રેસ કોન્ફરન્સ કરી સંતોષ માની લેછે. કોંગ્રેસે અહી સંગઠન મજબૂત બનાવવા પ્રયાસો કર્યા જ નથી. બીજી તરફ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં જમીની સ્તરે સંગઠન બનાવી લીધું છે એટલે ગોવામાં હવેની ચૂંટણીની ફાઇટ ભાજપ સાથે રહેશે તેવી સ્થિતિ બની રહી છે…..!અને આ કારણે મમતાનું પીએમ બનવાનું સપનું પૂરું થશે કે કેમ….? તે મોટો સવાલ બની ગયો છે……!
આવી રહેલ પાંચ રાજ્યોની ચૂંટણીમાં પંજાબ અને યુપી પણ આવી જાય છે જેમાં પંજાબમાં સીએમ ચન્ની છે પરંતુ સીધ્ધુ પર પક્ષના મોવડીઓના ચાર હાથ હોવાથી તેઓ ધાર્યું કાર્ય ચન્ની પાસે પાર કરાવી લે છે. છતાં ચન્ની દલીત વર્ગમાંથી આવે છે અને ચૂંટણી દાવ ખેલી નાખી પોતાની સીએમ તરીકેની સિધ્ધતા સાબિત કરી દીધી છે. તેઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાનો ર્નિણય લીધો તો સરકારમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો ર્નિણય લઈ લીધો અને કૃષિ કાયદાનો અમલ ન કરવાનો ર્નિણય લેવાની તૈયારીમા છે. કોગ્રેસ છોડી ચુકેલા પૂર્વ સીએમ કેપ્ટને નવો પક્ષ બનાવ્યો પરંતુ તેને જાેઈએ તેવો પ્રજાકીય આવકાર મળ્યો નથી…..! અને તેમાં ભાજપ તેમના પક્ષ સાથે ચૂંટણી ગઠબંધન કરવા તૈયાર થયાનું કહેવાય છે એટલે હજુ ભાજપને પંજાબમાં પ્રવેશ મળશે કે કેમ તે સવાલ છે….! કોંગ્રેસ માટે રાજસ્થાન રાજ્ય માથાનો દુખાવો બની ગયું છે ત્યાં ગેહલોત અને પાયલોટ જૂથ વચ્ચે ભારે ખેચાખેચી છે. પ્રિયંકા ગાંધીએ આ બંને નેતાઓ સાથે બેઠક કરી સમાધાન કરાવવા પ્રયાસ કર્યા પરંતુ સીએમ ગેહલોત પાયલોટ જૂથનાને ચાર મંત્રીપદ આપવા તૈયાર નથી. જેથી સમગ્ર મામલો સોનિયા ગાંધી પાસે ગયો છે એટલે હવે ગેહલોતને તેમનો આદેશ માનવો જ રહ્યો તેવી સ્થિતિ બની છે…. ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાએ ૪૦ ટકા મહિલાઓને ટિકિટ આપવાની જાેરશોરથી જાહેરાત કરી અન્ય રાજકીય પક્ષોને કઠેડામાં ઊભા કરી દીધા છે- જે બાબત ગેઇમ ચેન્જ બની શકે….! આને તે સાથે તેમણે સૂત્ર વહેતું કર્યું કે “મૈ લડકી હું લડ શકતી હૂં” જે રાજ્યભરમાં છવાઈ ગયું છે. જાેકે ભાજપના કેન્દ્રીય મંત્રીએ તેનો સવાલી જવાબ આપ્યો છે કે “ઘરમે લડકા હૈ ફીર લડકી ક્યું….?” તેવુ તેઓએ રાહુલ અનુસંધાને કહેલ પરંતુ યુપીમાં મહિલાઓ ભડકી ગઈ છે જે ભાજપને કદાચ નુકસાન દેહી બની શકે …..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *