Delhi

ફેસબુક કંપની નેગેટિવ બાબતોને ફેલાવીને વધુ કમાણી મેળવે છે

નવી દિલ્હી
ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ ફેસબુકનો ઉપયોગ પોતાની શક્તિ વધારવા કરે છે. ઝકરબર્ગનો પ્રભાવ વધે તે માટે હવે ફેસબુકનો એક માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. કંપનીનો જે મૂળ હેતુ હતો તે લુપ્ત થતો જાય છે. કંપની દુનિયાભરના લોકો વચ્ચે ભાઈચારો વધારવા માટે શરૃ થઈ હતી. ફ્રેન્ડશીપનો મૂળ હેતુ હતો અને પોઝિટિવ સામગ્રીઓને વધુમાં વધુ લોકો પહોંચાડવાનો કંપનીનો શરૃઆતમાં ઈરાદો હતો, પરંતુ હવે કંપની નેગેટિવ બાબતોને ફેલાવીને વધુ રિચ મેળવે છે. ડોક્યુમેન્ટ્‌સ પ્રમાણે ફેસબુક સંવેદનશીલ મુદ્દાને લઈને બહુ ગંભીર નથી. નફરત ફેલાવતી પોસ્ટ કે ફેકન્યૂઝને ઉત્તેજન મળે છે. આવી પોસ્ટને ઉત્તેજન ન મળે તે માટે પહેલાં ફેસબુકે પ્રતિબદ્ધતા દર્શાવી હતી, પરંતુ હવે કંપનીએ તેની પોલિસી ઘણી બદલી નાખી હોવાનું કોમ્યુનિકેશનના નિષ્ણાતોએ કહ્યું હતું. કંપની દાવો કરે છે કે રાજકીય દખલગીરી નહીં કરે અને નફરત ફેલાવતી કે સંવેદનશીલ પોસ્ટ્‌સને ઓળખી કાઢવામાં આવે છે અને દરેક ભાષામાં એ માટે ખાસ નિષ્ણાતો ગોઠવ્યા છે, પરંતુ હકીકત એનાથી સાવ જુદી છે. કેટલીય ભાષાઓમાં તો ફેસબુકે એવા લોકો જ નથી રાખ્યા કે જે આવી ઓળખ કરીને જે તે પોસ્ટ સામે કાર્યવાહી કરે. ફેસબુક આવી વાંધાજનક પોસ્ટ બાબતે ખૂબ જ નિરસ છે એવું રીપોર્ટમાં કહેવાયું હતું.ફેસબુકના લીક દસ્તાવેજાેના આધારે અપાયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે કંપનીનું વલણ હવે સદંતર નફાકારક બની ગયું છે. સામાજિક એકતા કે દુનિયા વચ્ચે જાેડાણનો કંપનીનો મૂળ હેતુ જ હવે કંપનીની વર્તણૂકમાં દેખાતો નથી. કંપની સંવેદનશીલ મુદ્દા ઉકેલવાની દિશામાં ખૂબ જ નિરસ છે. એના બદલે અફવાઓને ઉત્તેજન આપવામાં આવે છે. અમેરિકન કોંગ્રેસ સમક્ષ ફેસબુકને લગતાં ડોક્યુમેન્ટ્‌સ રજૂ થયા પછી એ બાબતે દુનિયાભરમાં ચર્ચા જાગી છે. ફેસબુકના વલણ બાબતે અને વર્તણૂકનો અભ્યાસ કરનારાં સીરકલ યુનિવર્સિટીના કોમ્યુનિકેશન પ્રોફેસર જેનિફર ગ્રેગીએ કહ્યું હતું કે ફેસબુક હવે પ્રોડક્ટલક્ષી બની ગયું છે. ફેસબુકની પોલિસી એકદમ નફાકારક બની ગઈ છે. એમાં સંવેદનશીલ મુદ્દાને કોઈ જ સ્થાન નથી.

Facebook-logo.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *