Delhi

બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાનું બ્લેક બોક્સ મળ્યું

નવીદિલ્હી
કોઈ પણ પ્લેન કે હેલિકોપ્ટરનો સૌથી મહત્વનો હિસ્સો તેનું બ્લેક બોક્સ હોય છે. તે હેલિકોપ્ટર કે પ્લેનની ઉડાન દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ રેકોર્ડ કરે છે. તે પાયલોટ અને એટીસી વચ્ચે થયેલી વાતચીતનો રેકોર્ડ એકઠો કરે છે. તે સિવાય પાયલોટ અને કો-પાયલોટ વચ્ચે થયેલી વાતચીત પણ તેમાં રેકોર્ડ થાય છે. તેને ડેટા રેકોર્ડર પણ કહેવામાં આવે છે. તમિલનાડુના કુન્નૂર ખાતે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત ૧૩ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં હેલિકોપ્ટર હવામાં ઉડતું જાેવા મળી રહ્યું છે. એક પર્યટકે આ વીડિયો ઉતાર્યો હતો પરંતુ તેની સચ્ચાઈ અંગે કોઈ પૃષ્ટિ નથી થઈ. વીડિયોમાં હેલિકોપ્ટર ગાઢ ધુમ્મસ વચ્ચે દેખાઈ રહ્યું છે અને એમ કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો દુર્ઘટનાની થોડી સેકન્ડ્‌સ પહેલાનો જ છે. આ તરફ વાયુ સેનાની ટીમે દુર્ઘટના સ્થળેથી હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ જપ્ત કર્યું છે. આ બ્લેક બોક્સની મદદથી અંતિમ સમયે શું બન્યું હતું તે જાણી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *