નવી દિલ્હી
ભારતે રશિયા સાથે આ સિસ્ટમ માટે ૨૦૧૮માં સોદો કર્યો હતો. આ સિસ્ટમની પહેલી બેચ ભારતને વર્ષના અંતમાં મળવાની છે. આ સિસ્ટમ માટે પાંચ અબજ ડોલરમાં સોદો કરાયો છે. રશિયા પાસેથી એસ-૪૦૦ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના ભારતના ર્નિણય સામે અમેરિકાએ ફરી વાંધો ઉઠાવ્યો છે. જાે બાઈડેન સરકારના એક અધિકારીએ કહ્યુ છે કે, રશિયા પાસેથી આ સિસ્ટમ ખરીદવાનો ર્નિણય બંને દેશો વચ્ચેના સબંધોમાં એક સમસ્યા બન્યો છે. આ સોદો સુરક્ષાની દ્રષ્ટિએ કોઈના પણ હિતમાં નથી. અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ વેન્ડી શર્મન હાલમાં દિલ્હીમાં છે. તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, જે પણ દેશ એસ-૪૦૦ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનુ નક્કી કરી છે તેમને લઈને અમેરિકાની નીતિ પહેલેથી જ જાહેર છે.ભારતનો આ સિસ્ટમ ખરીદવાનો ર્નિણય ખતરનાક છે અને આમ છતા હું કહેવા માંગુ છું કે, ભારત અને અમેરિકાના સબંધ મજબૂત છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ આ સિસ્ટમ ખરીદયા બાદ નાટો સંગઠનના સભ્ય તુર્કી પર પ્રતિબંધ મુક્યા હતા. હવે એવી આશંકા છે કે, અમેરિકા આ પ્રકારના પ્રતિબંધ ભારત પર પણ લગાવી શકે છે. આ અંગેના સવાલના જવાબમાં વેન્ડીએ કહ્યુ હતુ કે, અમે ભવિષ્ય અંગે વિચારી રહ્યા છે. અમેરિકા અને ભારત વચ્ચે ઘણા મુદ્દાઓનુ સમાધાન વાતચીતથી થયુ છે. અમને આશા છે કે, આ મુદ્દો પણ ઉકેલવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે વેન્ડી શર્મન અને ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા વચ્ચે એસ-૪૦૦ સિસ્ટમના સોદા અંગે ચર્ચા થઈ હતી. એ પછી હવે ભારતના રક્ષા સચિવ અજય કુમાર પણ બહુ જલ્દી વોશિંગ્ટન ખાતે યોજનારી એક મહત્વની બેઠકમાં સામેલ થવા જવાના છે. જેમાં પણ આ મુદ્દે ચર્ચા થવાની છે.