નવી દિલ્હી
ચીનના કસ્ટમ વિભાગ દ્વારા જે આંકડા જાહેર કરાયે છે તે પ્રમાણે બંને દેશો વચ્ચે નવ મહિનામાં ૯૦ અબજ ડોલર કરતા વધારેવેપાર થયો છે.ગયા વર્ષની સરખામણીએ આ વેપાર ૫૦ ટકા વધારે છે. સ્વાભાવિક રીતે જ બંને દેશોના વેપારમાં ચીનનો હાથ ઉપર છે.ભારત દ્વારા ચીનમાંથી થતી આયાત આ વર્ષે ૬૮ અબજ ડોલરને પાર કરી ગઈ છે.જે ગયા વર્ષના મુકાબલે ૫૨ ટકા વધારે છે.લદ્દાખ મોરચે તનાવની વચ્ચે પણ ચીન અને ભારત વચ્ચેનો વેપાર રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. ભારત સરકાર ચીન સાથેના વેપારી સબંધોને લઈને ગંભીર હોવાના સંકેતો આપી રહી છે અને ચીન સાથેનો સીમા વિવાદ જાે ઉકેલાય નહીં તો તેની અસર ભારત સાથેના વેપાર પર પડી શકે છે તેવી શક્યતાઓ વચ્ચે જે આંકડા સામે આવી રહ્યા છે તે અલગ જ સ્થિતિને દર્શાવી રહ્યા છે. આ વર્ષે પહેલી વખત ભારત અને ચીન વચ્ચેનો વેપાર ૧૦૦ અબજ ડોલરને પાર કરી જાય તેવી શક્યતા છે.એક વર્ષથી બંને દેશ વચ્ચે ચાલી રહેલા તનાવની વચ્ચે વિવાદનો અંત તો નજીક દેખાતો નથી પણ વેપારી સબંધો ફુલી ફાલી રહ્યા છે.