Delhi

ભારત શોકમાં છે પણ પીડા સાથે આગળ વધશે ઃ વડાપ્રધાન મોદી

નવીદિલ્હી
સરયુ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટ ઉદઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. રાજધાની લખનઉના એરપોર્ટ પર સીએમ યોગી આદિત્યનાથે પીએમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગોરખપુરમાં ૭ ડિસેમ્બરે એક મોટી ખાતર ફેક્ટરી અને છૈંૈંસ્જી ગોરખપુર દેશને સમર્પિત કર્યાના ચાર દિવસ પછી, ઁસ્ મોદીએ પાંચ નદીઓ અને નવ જિલ્લાઓને જાેડતી આ રાષ્ટ્રીય યોજનાનું ઉદ્‌ઘાટન કર્યું. જેનું કામ ૧૯૭૧માં થયું હતું, પરંતુ તેને ખતમ કરવાનું કામ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કર્યું. દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવતજીનું નિધન એ દરેક ભારત પ્રેમી માટે મોટી ખોટ છે. દેશની સેનાઓને આર્ત્મનિભર બનાવવા માટે જનરલ બિપિન રાવત જે મહેનત કરી રહ્યા હતા તેનો આખો દેશ સાક્ષી છે. આગામી દિવસોમાં જનરલ બિપિન રાવત જ્યાં પણ હશે ત્યાંથી તેમનું ભારત નવા સંકલ્પો સાથે આગળ વધતું જાેવા મળશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના બલરામપુરમાં સરયુ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માતાઓ અને રાષ્ટ્ર રક્ષકોની આ ભૂમિ પરથી આજે હું દેશના તમામ બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેઓ ૮ ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યુ કે ઝ્રડ્ઢજી રાવતનું જવુ દેશ માટે મોટી ક્ષત્તિ છે, તેમણે કહ્યુ કે ઝ્રડ્ઢજી રાવતે સેનાને આર્ત્મનિભર બનાવી છે. તેમણે વધુમાં કહ્યું કે, આપણે દુઃખમાં છીએ પરંતુ દુઃખ સહન કર્યા પછી પણ આપણે ન તો આપણી ગતિ રોકી છે કે ન તો પ્રગતિ. ભારત નહીં અટકે, ભારત નહીં અટકે. દેશની સરહદોની સુરક્ષા વધારવાનું કામ, સરહદી માળખાને મજબૂત કરવાનું કામ, દેશની સેનાઓને આર્ત્મનિભર બનાવવાનું અભિયાન, ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ સુધારવાનું કામ, આવા અનેક કામો ઝડપથી આગળ વધતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *