નવી દિલ્હી
ભારત સરકાર સાથે તાજેતરમાં રજૂ થયેલા નવા કાયદામાં ટેક્સેશન (અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧ સ્વીકાર્યુ છે. આ કાયદા મુજબ કેર્નને ભારત સરકાર દ્વારા પશ્ચાદવર્તી અસરથી વસૂલાયેલા બધા ટેક્સનું રિફંડ મળશે. તેણે જણાવ્યું હતું કે કેટલીક જાેગવાઈઓને આધીન રહીને ટેક્સશન અમેન્ડમેન્ટ એક્ટ કેર્ન પાસે જાન્યુઆરી ૨૦૧૬માં વસૂલાયેલી લેવી ૭,૯૦૦ કરોડના રિફંડનો અધિકાર આપે છે. પશ્ચાદવર્તી વેરાના લીધે રોકાણના આકર્ષક કેન્દ્ર તરીકે ભારતની ખરડાયેલી છાપને સુધારવા સરકારે બહુરાષ્ટ્રીય કંપનીઓ ટેલિકોમ જૂથ વોડાફોન, ફાર્માસ્યુટિકલ કંપની સનોફી અને બુ્રઅર સબમિલર તથા કેર્ન સામે થઈને એમ કુલ ૧.૧ લાખ કરોડના પડતર ક્લેમ્સને નવા કાયદા હેઠળ પડતા મૂક્યા હતા.યુકે સ્થિત કેર્ન એનર્જીએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ફ્રાન્સથી લઈને યુકેથી લઈને ફ્રાન્સમાં આવેલી મિલકતો જપ્ત નહી કરે તેવી ભારત સરકારને લેખિતમાં ખાતરી આપી છે. ભારત સરકારે પશ્ચાદવર્તી કરના વિવાદની પતાવટની ઓફર કરતાં કેર્ને આ કેસ પડતા મૂક્યા હતા. તેના પગલે ભારત સરકાર કેર્ન પાસેથી વસૂલેલો ૭,૯૦૦ કરોડનો વેરો પરત કરશે. હવે નવા કાયદાની જાેગવાઈઓનું પાલન કરવા માટે પશ્ચાદવર્તી કરવેરા પ્રણાલિની જાેગવાઈઓ પડતી મૂકવી પડશે. તેની સામે કંપનીએ પણ ભારત સરકારને ખાતરી આપી છે કે તેઓ પણ વિશ્વમાં તેની સામે ક્યાંય કોઈપણ પ્રકારની કાર્યવાહી નહી કરે. સરકારે આ બાબત સ્વીકારી છે અને તેણે કેર્નને ફોર્મ-ટુ આપ્યું છે. તેમા તેણે જણાવ્યું છે કે તે પશ્ચાદવર્તી વેરાની માંગ મુજબ વસૂલાયેલા વેરા પરત કરશે. ફોર્મ-ટુ જારી થયા પછી કેર્ન કાયદાકીય પ્રક્રિયા પડતી મૂકશે અને તેને રિફંડ પેટે ૭,૯૦૦ કરોડ મળશે.


