ન્યુદિલ્હી
ભારતની ઈકોનોમી ગ્રોથ ફરી રફ્તાર પકડી રહી છે. જલ્દી જ ભારત, ફ્રાંસ અને બ્રિટનને પાછળ છોડીને જીડીપીના કેસ ટોપ ફાઈવમાં સ્થાન પાછુ મેળવ્યુ છે. કોરોના મહામારીની ચપેટમાં આવ્યા પહેલા ભારતે ફ્રાંસ અને બ્રિટનને પાછળ છોડી દીધુ હતુ. જાેકે બાદમાં મહામારીના કારણે ઈન્ડિયન ઈકોનોમીના ગ્રોથ પર ના માત્ર બ્રેક લાગશે, પરંતુ જીડીપી ગ્રોથ રેટ જીરોથી નીચે ચાલ્યો ગયો. આનાથી ભારતે ટોપ-૫ ઈકોનોમીમાંથી એક થવાનો ખિતાબ ગુમાવ્યો. અત્યારે ભારત, બ્રિટન અને ફ્રાંસ ત્રણેય જ ત્રણ ટ્રિલિયન ડોલરથી ઓછી જ ઈકોનોમી છે. ફ્રાંસની સાથે ભારતનુ અંતર ઘણુ ઓછુ છે અને બંને ૨.૭ ટ્રિલિયન ડોલરથી પાછળ છે, જ્યારે બ્રિટનની જીડીપી ૨.૭ ટ્રિલિયન કરતા વધારે છે. આગામી વર્ષે ભારતની ઈકોનોમીની સાઈઝ ત્રણ ટ્રિલિયન ડોલરની ઘણી નજીક પહોંચાડવાનુ અનુમાન છે જ્યારે બ્રિટન આ લેવલને પાર નીકળી શકે છે.મહામારીના કારણે થયેલા નુકસાનથી હવે ઈન્ડિયન ઈકોનોમી ઉભરવા લાગી છે અને પાછી રફ્તાર પકડવા લાગી છે. ભારત જલ્દી જ ફ્રાંસ અને બ્રિટનને પાછળ છોડી દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. એક તાજેતરના રિપોર્ટ અનુસાર ફ્રાંસ નવા વર્ષમાં જ્યારે બ્રિટન ૨૦૨૩માં ભારતથી પાછળ છૂટી જશે. જાેકે દુનિયાની ઉપર આર્થિક મંદીનુ પણ જાેખમ મંડરાઈ રહ્યુ છે.