Delhi

ભારતનો યુવાન આખરે કયાં સુધી ધીરજ રાખશે ? ઃ વરુણ ગાંધી

ન્યુદિલ્હી
વરુણ ગાંધીએ કહ્યુ હતુ કે, સરકારી નોકરી તો મળતી નથી અને જાે કોઈ તક ઉભી થાય તો પરીક્ષાનુ પેપર લીક થઈ જાય છે અને પરીક્ષા આપે તો વર્ષો સુધી પરિણામ આવતા નથી…પરિણામ આવે તો ગોટાળાના કારણે ભરતી રદ કરવામાં આવે છે. તેમણે કહ્યુ હતુ કે, રેલવેની ગ્રૂપ ડીની પરીક્ષા આપનારા સવા બે કરોડ યુવાનો બે વર્ષથી પરિણામની રાહ જાેઈ રહ્યા છે. સેનામાં ભરતીની પણ આ જ દશા છે ત્યારે ક્યાં સુધી ભારતનો યુવાન ધીરજ રાખશે. ઉલ્લેખનીય છે કે, યુપીની તાજેતરની શિક્ષકો માટેની પરીક્ષાનુ પેપર લીક થયુ હતુ અને વરુણ ગાંધીએ તે સમયે પણ કહ્યુ હતુ કે, લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત થઈ રહી છે.રાજકીય સંરક્ષણ પ્રાપ્ત માફિયાઓ સામે સરકારે આકરી કાર્યવાહી કરવી જાેઈએ.કારણકે મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓના માલિકો રાજકીય વગ ધરાવે છે.યુપીના ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એક વખત બગાવતી વલણ અપનાવીને પોતાની જ સરકાર પર સવાલો ઉભા કર્યા છે.વરુણ ગાંધીએ પૂછ્યુ છે કે, ભારતનો યુવાન આખરે ક્યાં સુધી ધીરજ રાખે.

Varun-Gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *