Delhi

મકાન આપીને ગુનો કરી દીધો ઃ પીએમ મોદી

નવી દિલ્હી
પીએમ મોદીએ મહિલાને કહ્યુ હતુ કે, હવે નવુ ઘર મળી ગયુ છે તો સગા સબંધીઓની અવર જવર વધી ગઈ હશે અને તેનાથી ખર્ચો પણ વધ્યો હતો. મહિલાએ તેનો જવાબ હામાં આપ્યો હતો. એ પછી પીએમ મોદીએ મજાકિયા અંદાજમાં કહ્યુ હતુ કે, ખર્ચો વધારે થવાથી પીએમ પર આરોપ લાગી શકે છે કે તેમણે ઘર આપ્યુ એટલે ગરીબનો ખર્ચો વધી ગયો, મતલબ કે પીએમ મોદીએ મકાન આપીને ગુનો કરી નાંખ્યો.. બીજી મહિલા લાભાર્થીને પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ મળી છો તો હવે તમે શું ભોજન બનાવો છો.. ત્યારે મહિલાએ જવાબ આપ્યો હતો કે, હું રોજ બટાકા બનાવુ છું…પીએમ મોદીએ વલતો સવાલ કર્યો હતો કે, રોજ બટાકા જ બનાવો છો..મને કહેવામાં વાંધો નથી….હું તમારા ઘરે ખાવા માટે નહીં આવુ..ત્યારે મહિલાએ હસીને કહ્યુ હતુ કે તમે ઘરે જરૂર આવજાે …અમને સારૂ લાગશેપીએમ મોદીએ આજે લખનૌમાં ૭૫૦૦૦ લોકોને પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ બનેલા મકાનોની ચાવી સુપરત કરી હતી. આ પ્રસંગે એક મહિલા લાભાર્થી સાથે વાત કરતા પીએમ મોદીએ મજાકમાં કહ્યુ હતુ કે, હવે પીએમ પર આરોપ લાગશે કે, મોદીએ ગરીબોને મકાન આપીને ગુનો કરી દીધો.

modi-in-lucknow.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *