Delhi

મારી અને રોહિત વચ્ચે કોઈ સમસ્યા નથી ઃ વિરાટ કોહલી

નવીદિલ્હી
કોહલી સીમિત ઓવરોમાં ભલે કેપ્ટન ન હોય, પરંતુ સિનિયર ખેલાડી તરીકે તે ટીમને આગળ લઈ જવામાં પોતાની ભૂમિકા ભજવતો રહેશે. તેને ર્ંડ્ઢૈં અને ્‌૨૦ ટીમના સુકાની રોહિત અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો પૂરો સહયોગ મળશે. કોહલીએ કહ્યું, ‘ટીમને આગળની દિશામાં લઈ જવાની જવાબદારી રહેશે. રોહિત ખૂબ જ સક્ષમ કેપ્ટન છે. તે તકનીકી રીતે ખૂબ જ તેજસ્વી છે, કારણ કે અમે તેને ભૂતકાળમાં કેપ્ટન તરીકે જાેયો છે. ્‌૨૦ ઈન્ટરનેશનલ અને ર્ંડ્ઢૈંમાં આગળ વધવા માટે હું તેને ૧૦૦ ટકા સપોર્ટ કરીશ. વધુમાં, કોહલીએ રોહિત સાથેના અણબનાવના અહેવાલોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે તેને ર્ંડ્ઢૈં કેપ્ટન તરીકે હટાવવા અંગે બોર્ડ સાથે અગાઉ કોઈ વાતચીત થઈ નથી. કોહલીએ કહ્યું, ‘ટેસ્ટ ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. મુખ્ય પસંદગીકારે મારી સાથે ટેસ્ટ ટીમ વિશે ચર્ચા કરી. પરંતુ કોલ પૂરો થાય તે પહેલા પસંદગીકારોએ મને કહ્યું કે તે હવે ર્ંડ્ઢૈં ટીમનો કેપ્ટન રહેશે નહીં, મને તેનાથી કોઈ સમસ્યા નથી. પરંતુ આ ર્નિણય પહેલા મારી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી.ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથેના અણબનાવના સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. કોહલી પાસેથી ર્ંડ્ઢૈં ટીમની કપ્તાની છીનવીને રોહિતને સોંપવામાં આવ્યા બાદ, એવી અટકળો ચાલી રહી હતી કે બંને વચ્ચે બધુ બરાબર નથી. સાઉથ આફ્રિકા પ્રવાસે રવાના થતા પહેલા કોહલીએ છેલ્લે પ્રેસ કોન્ફરન્સમાં ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે મારી અને રોહિત વચ્ચે કોઈ સમસ્યા નથી. હું છેલ્લા બે વર્ષથી આ અંગેની સ્પષ્ટતા અર્થે બોલતા બોલતા કંટાળી ગયો છું. કોહલીએ કહ્યું, ‘મારી અને રોહિત વચ્ચે કોઈ સમસ્યા નથી. મેં તમને આ પહેલા પણ ઘણી વાર કહ્યું છે. છેલ્લા બે-અઢી વર્ષથી મેં આ મુદ્દાની સ્પષ્ટતા કરી છે. હું આ મુદ્દો સમજાવતા થાકી ગયો છું. પરંતુ તે પછી પણ મને વારંવાર આ પ્રશ્ન પૂછવામાં આવે છે. અને હું તમને એકની એક વાત ગેરંટી સાથે કહી શકું છું કે જ્યાં સુધી હું ક્રિકેટ રમીશ ત્યા સુધી મારી ક્રિયા અથવા કોઈપણ સંદેશાવ્યવહારનો હેતુ ટીમને અપમાનિત કરવાનો નથી. ભારતીય ક્રિકેટ માટે આ હંમેશા મારો દૃષ્ટિકોણ રહ્યો છે અને ભારતીય ક્રિકેટ માટે આ હંમેશા મારી પ્રતિબદ્ધતા રહી છે.

Virat-Kohli-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *