Delhi

યુએસ બજારમાં ચીનની કુલ ૨૪૮ કંપનીઓ લિસ્ટેડ છે

ન્યુદિલ્હી
અમેરિકાના શેરબજારના જારી કરાયેલા આંકડા મુજબ પાંચ મે ૨૦૨૧ના રોજ અમેરિકન શેરબજારમાં લિસ્ટેડ ચાઇનીઝ કંપનીઓની સંખ્યા ૨૪૮ હતી અને તેનું બજારમૂલ્ય ૨.૧ લાખ કરોડ ડોલર હતું. જ્યારે બીજી ઓક્ટોબર ૨૦૨૦ના રોજ અપડેટ થયેલા ટેબલ મુજબ ચીનની કુલ ૨૧૭ કંપનીઓ હતી અને તેનું બજારમૂલ્ય ૨.૨ લાખ કરોડ ડોલર હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૨૦૨૦ના અપડેટેડ લિસ્ટ મુજબ ૧૭ ચાઇનીઝ કંપનીઓને ડિલિસ્ટ કરવામાં આવી હતી. આ કંપનીઓમાં અલીબીબા ગ્રુપ, પિન્ડુઓડુઓ ઇન્કોર્પોરેશન, ચાઇના લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, પેટ્રો ચાઇના કંપની, ચાઇના પેટ્રોલિયમ એન્ડ કેમિકલ કોર્પોરેશન, બૈદુ, બૈજિન, લુફેક્સ, ટેન્સેન્ટ, યુમ ચાઇના, આરએલએક્સ ટેકનોલોજી, વેઇબો કોર્પોરેશન જેવા જાણીતા નામોનો સમાવેશ થાય છે. તેમા અલીબાબા ગ્રુપનું મૂલ્ય સૌથી વધારે ૬૧૪.૮૩ અબજ ડોલર તે દિવસના ભાવે થતું હતું. અમેરિકામાં લિસ્ટેડ ચાઇનીઝ કંપનીઓમાં હોંગકોંગમાં લિસ્ટેડ હોય તેવી કંપનીઓનો સમાવેશ થતો નથી.અમેરિકાએ ચીનની કંપનીઓ સામે તવાઈ બોલાવવાનો પ્રારંભ કર્યો છે ત્યારે અમેરિકામાં કાર્યરત ચીનની કેટલી લિસ્ટેડ કંપનીઓ છે અને તેમા કેટલી સરકારી કંપનીઓ છે તથા તેનું બજારમૂલ્ય કેટલું છે તે જાણવું મહત્ત્વનું બની જાય છે.

US-248-chines-company-lested.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *