Delhi

યુકેમાં પણ પેટ્રોલ ઐતિહાસિક સપાટીએ

નવી દિલ્હી
પેટ્રોલના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારો છે. વર્ષ પહેલા ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૪૦ ડોલર હતા અને આજે વધીને તે ૮૨ ડોલરની સપાટી વટાવી ગયા છે. આટલું જ નહી નવા ઈ-૧૦ કેટેગરીના પેટ્રોલના લીધે પણ તેનો ભાવ વધ્યો છે. આ ઉપરાંત રિટેલરો પણ રોગચાળા પહેલા પ્રતિ લિટરે જેટલો માર્જિન હતો તેના કરતા વધારે માર્જિન હાલમાં વસૂલી રહ્યા હોવાના પરિબળે પણ પેટ્રોલના ભાવમાં વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. મે ૨૦૨૦માં પેટ્રોલે પ્રતિ લિટર ૧૦૬.૪૮ પેન્સની નીચી સપાટી બનાવ્યા પછી તેનો ભાવ ઝડપથી વધ્યો હતો. ઓગસ્ટમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૧૩૫ પેન્સ પહોંચ્યા પછી નવેમ્બર ૨૦૨૦માં ઘટીને ૧૧૪ પેન્સ થઈ ગયો હતો. આ ભાવવૃદ્ધિની તુલના ૨૦૦૮-૦૯માં આવેલા નાણાકીય કડાકા પછીની વૃદ્ધિ સાથે કરી શકાય. તે સમયે પેટ્રોલનો ભાવ જાન્યુઆરી ૨૦૦૯માં પ્રતિ લિટર ૮૬ પેન્સથી વધીને મે ૨૦૧૦માં ૧૨૧.૫ પેન્સ પર પહોંચી ગયો હતો. જાે કે ૨૦૦૯થી ૨૦૧૧ દરમિયાન પેટ્રોલ પરની ડયુટી પ્રતિ લિટર ૫૨.૩૫ પેન્સથી વધીને ૫૮.૯૫ પેન્સ થઈ ગઈ હતી.યુકેમાં પેટ્રોલના ભાવ આ વર્ષે ૩૦ પેન્સ વધ્યા પછી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના ભાવ અગાઉના વિક્રમજનક સ્તરથી નીચે છે, એમ નવા આંકડા દર્શાવે છે. રવિવારે યુકેમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ૧૪૨.૯૪ પેન્સ એટલે કે લગભગ ૧૪૩ ડોલરની સપાટીના સ્તરની નજીક પહોંચી ગયા હતા. આ સાથે તેણે અગાઉ એપ્રિલ ૨૦૧૨માં નોંધાયેલા પ્રતિ લિટર ૧૪૨.૪૭ પેન્સના ઊંચા સ્તરને વટાવી દીધું હતું. જ્યારે ડીઝલના ભાવ પ્રતિ લિટર ૧૪૬.૫ પેન્સ પર પહોંચ્યા હતા, તે હવે પ્રતિ લિટર ૧૪૭.૯૩ પેન્સની સપાટીથી થોડા જ દૂર છે.

Petrol-price-to-high-in-UK.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *