Delhi

યુપીએ શાસનમાં રાફેલમાં કમિશનખોરી થઈ હતી ઃ ભાજપ

નવી દિલ્હી,
રાફેલનો વિષય કમિશનની વાર્તા છે, જે બહુ મોટા કૌભાંડનું ષડયંત્ર છે. આ સમગ્ર મામલો ૨૦૦૭ થી ૨૦૧૨ ની વચ્ચે બન્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા તેમણે કહ્યું – “રાહુલ ગાંધીજી, જવાબ આપો – તમે અને તમારી પાર્ટીએ આટલા વર્ષો સુધી રાફેલને લઈને ભ્રમ ફેલાવવાની કોશિશ કેમ કરી? આજે ખુલાસો થયો છે કે તેમની સરકાર હેઠળની પાર્ટીએ ૨૦૦૭ અને ૨૦૧૨ની વચ્ચે રાફેલમાં આ કમિશન કર્યું હતું, જેમાં વચેટિયાનું નામ પણ સામે આવ્યું છે. બીજી તરફ ફ્રેંચ મેગેઝીનના આ ઘટસ્ફોટ પર રાહુલ ગાંધીએ પણ કહ્યું કે જ્યારે સત્ય દરેક પગલા સાથે હોય તો ચિંતા કરવાની શું વાત છે? મારા કોંગ્રેસના સાથીઓ – ભ્રષ્ટ કેન્દ્ર સરકાર સામે આ રીતે લડતા રહો. રાહ જાેશો નહીં, થાકશો નહીં, ડરશો નહીં! જણાવી દઈએ કે ફ્રેન્ચ ઓનલાઈન મેગેઝિન મીડિયાપાર્ટે રવિવારે દાવો કર્યો હતો કે ડસોલ્ટ એવિએશને આ ડીલ માટે ભારતીય મધ્યસ્થ સુશેન ગુપ્તાને ઓછામાં ઓછા ૬૫ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જેથી કંપની ભારત સાથે ૩૬ રાફેલ ફાઈટર જેટનો સોદો કરી શકે. સીબીઆઈને પણ આ વાતની જાણ હતી અને ઈડીને પણ, પરંતુ આ એજન્સીઓએ આ બાબતે કોઈ કાર્યવાહી કરી ન હતી.રાફેલ ડીલ પર ફ્રેન્ચ મેગેઝીનના નવા ખુલાસા બાદ ભાજપે કોંગ્રેસ પર જાેરદાર પ્રહારો કર્યા છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે આજે તે તમામ સત્ય સામે આવી ગયું છે, જે ૨૦૦૭ થી ૨૦૧૨ દરમિયાન થયું હતું. તેમણે કહ્યું કે આજે અમે તમારી સામે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજાે મૂકવા જઈ રહ્યા છીએ, જેથી કોના સમયગાળામાં ભ્રષ્ટાચાર થયો તે જણાવશે. ફ્રાન્સની એક મીડિયા સંસ્થાએ થોડા સમય પહેલા ખુલાસો કર્યો હતો કે રાફેલમાં ભ્રષ્ટાચાર થયો છે. મીડિયાને સંબોધતા, બીજેપી નેતાએ કહ્યું, “આપણે બધાએ જાેયું કે જે રીતે વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ ૨૦૧૯ની ચૂંટણી પહેલા રાફેલને લઈને ખોટું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને લાગ્યું કે આનાથી તેમને થોડો રાજકીય ફાયદો થશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *