Delhi

યુરોપ કોરોનાનું મુખ્ય કેન્દ્રબિંદુ બન્યું

નવી દિલ્હી
ચીન અને રશિયામાં પણ કોરોનાનો પ્રકોપ જારી છે. કોરોનાએ ચીનના ૨૧ પ્રાંતોમાં ફેલાવો કર્યો છે તો રશિયામાં એક જ દિવસમાં ૩૯,૨૫૬ કેસ નોંધાયા છે. તેની સાથે એક જ દિવસમાં વિક્રમજનક ૧,૨૪૧ના મોત નોંધાયા છે. આ સાથે રશિયામાં કોરોનાના કેસનો કુલ આંકડો ૯૦ લાખ સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધી કોરોનાથી ૨,૫૪,૦૦૦ મોત થઈ ચૂક્યા છે.સમગ્ર વિશ્વમાં કોરોનાના પ્રકોપ વચ્ચે રસીકરણ જારી છે. કેટલાક દેશો રસીની તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે ધનવાન દેશો કોરોનાના બૂસ્ટર ડોઝની તૈયારી કરી રહ્યા છે તે બદલ વિશ્વ આરોગ્ય સંગઠન હુએ તેમને ફટકાર લગાવી છે. તેમણે વિકસિત દેશોના બૂસ્ટર ડોઝને ગોટાળો ગણાવી તેને બંધ કરવા જણાવ્યું છે.સમગ્ર વિશ્વમાં કોરોનાનાનો રોગચાળા હજી પણ અટકવાનું નામ લેતો નથી. હવે યુરોપ તેનું એપીસેન્ટર બન્યું છે. ગયા સપ્તાહે ત્યાં વીસ લાખ કેસ સામે આવ્યા છે. હોલેન્ડમાં તો લોકડાઉન લગાવવું પડયું છે. કેટલાય દેશોમાં આ પ્રકારના ઉપાય કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુએ ચીનમાં પણ કોરોનાનો પ્રસાર જારી છે. ચીનના ૨૧ પ્રાંતમાં કોરોનાનો ચેપ ફેલાયો છે. રશિયા અને કેનેડામાં પણ સ્થિતિ ખરાબ છે. રશિયામાં ગઈકાલે ૩૯,૨૫૬ કેસ નોંધાયા હતા અને ૧,૨૪૧ના મોત થયા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંકડો છે. તેની જાેડે-જાેડે સમગ્ર વિશ્વમાં કોરોનાનું રસીકરણ પણ જારી છે. કેટલાય દેશ બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીમાં છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ જણાવ્યું હતું કે ગરીબ દેશો હજી રસીની રાહ જાેઈ રહ્યા છે ત્યારે બૂસ્ટર ડોઝ આપવો તે એક પ્રકારનો ગોટાળો છે. ડબલ્યુએચઓએ જણાવ્યું હતું કે યુરોપમાં ગયા સપ્તાહે કોરોનાના રોગચાળા પછી સૌથી વધારે લગભગ ૨૦ લાખ કેસ સામે આવ્યા હતા અને તેમા ૨૭ હજારના મોત થયા હતા. ગયા સપ્તાહે વિશ્વમાં કોરોનાથી અડધાથી વધારે મોત યુરોપમાં થયા હતા. કોવિડ-૧૯ના કેસ ઓછું રસીકરણ ધરાવતા યુરોપીયન દેશોમાં તો વધી રહ્યા છે, પણ તેની સાથે-સાથે તે વધારે રસીકરણ ધરાવતા યુરોપીયન દેશમાં પણ વધી રહ્યા છે. જર્મનીમાં કોરોનાના મોરચે સ્થિતિ સતત વણસી રહી છે. કોરોનાના ચેપની દૈનિક સંખ્યા ફરીથી ૫૦,૦૦૦ને વટાવી ગઈ છે. જર્મનીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨૩૫ના મોત થયા હતા. હોલેન્ડ સરકારે કોરોનાના કેસમાં આવેલા ઉછાળાને રોકવા માટે આંશિક લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. સરકારે રેસ્ટોરા અને દુકાનોને વહેલા બંધ કરવા આદેશ આપ્યો છે. તેની સાથે મહત્ત્વના રમત આયોજનોમાં પ્રેક્ષકોની સંખ્યા મર્યાદિત રાખવાની સૂચના અપાઈ છે. હોલેન્ડે ત્રણ સપ્તાહ સુધી આકરા નિયમો લાદવા જાહેરાત કરી છે.

UN-Climate-Convention-2021-UK.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *