Delhi

લખનૌમાં ટ્રકનું પૈડું સમજીને લઈ ગયા મિરાજ પ્લેનનું ટાયર

નવી દિલ્હી
દીપરાજ અને હિમાંશુ નામના યુવાનોએ આ ટાયરની ચોરી કરી હતી. સંબંધની રીતે દીપરાજ એ હિમાંશુનો ફુઆ છે. બંનેએ જણાવ્યું કે, ૨૬ નવેમ્બરની રાતે ૧૦ઃ૩૦થી ૧૦ઃ૪૫ વચ્ચે શહીદ પથ ખાતેથી એક ટાયર મળ્યું હતું જેને તેઓ ટ્રકનું ટાયર સમજીને ઘરે લઈ ગયા હતા. બાદમાં ૦૩ ડિસેમ્બરના રોજ સમાચાર માધ્યમો દ્વારા મિરાજનું ટાયર ચોરાયું હોવાની જાણ થઈ હતી અને તે શહીદ પથ ખાતેની ઘટના હોવાનો ઉલ્લેખ થયેલો હતો. આ કારણે તેમને તેમના પાસે રહેલું ટાયર મિરાજનું હોવાનું અનુભવાયું હતું. તે ટાયર થોડું અલગ પણ લાગતું હતું. બાદમાં તેમણે તે ટાયર વાયુસેનાને સોંપી દીધું હતું. ટ્રક ડ્રાઈવરે લખનૌના આશિયાના થાણા ખાતે અજ્ઞાત લોકો વિરૂદ્ધ કેસ નોંધાવ્યો હતો. ડીસીપી ઈસ્ટ અમિત કુમારના કહેવા પ્રમાણે ટ્રક લખનૌના બખ્શી તળાવ એરબેઝ ખાતેથી સામાન લઈને અજમેર જઈ રહ્યો હતો. તે ટ્રક મિરાજ ફાઈટર પ્લેનના ૫ પૈડાં લઈને અજમેર જઈ રહ્યો હતો પરંતુ તેમાં એક ટાયર ગાયબ હતું. ત્યાર બાદ પોલીસે તે મામલે કલમ ૩૭૯ અંતર્ગત કેસ નોંધ્યો હતો. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ ખાતે ચોરાયેલું ફાઈટર પ્લેન મિરાજનું પૈડું મળી ગયું છે. જે ચોરોએ તે પૈડાની ચોરી કરી હતી તેમણે જ તેને પરત કરી દીધું છે. ચોરોના કહેવા પ્રમાણે તેમને ખબર નહોતી કે તે મિરાજનું ટાયર છે. તેઓ તેને ટ્રકનું પૈડું સમજીને ચોરી ગયા હતા. જાેકે, ટાયર મળ્યા બાદ હજુ પણ આગળની કાર્યવાહી ચાલી રહી છે. લખનૌ પોલીસ કમિશ્નરેટ દ્વારા નિવેદન બહાર પાડીને ચોરી થયેલું ટાયર મળી ગયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ૨ યુવકોએ બીકેટી એરફોર્સ સ્ટેશન ખાતે અધિકારીઓને આ ટાયર સોંપી દીધું છે. આ ટાયર શહીદ પથના કિનારેથી ચોરી થયું હતું. ગત ૦૧ ડિસેમ્બરના રોજ આ મામલે કેસ નોંધાયો હતો.

Mirages-stolen-tire-found-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *