Delhi

વડાપ્રધાન મોદીએ સ્વરાજને સૂરાજમાં બદલ્યું છે ઃ અમિત શાહ

નવીદિલ્હી
ભારતમાં અન્ય દેશોની સરખામણીમાં સારુ રસીકરણ થયુ છે. હોસ્પિટલ્સને ઓક્સિજનની બાબતમાં આર્ત્મનિભર બનાવી. ૧૩૦ કરોડ લોકોનું રસીકરણ એક મોટું કામ છે. હવે મોદી સરકારમાં દેશ બદલાઈ રહ્યો છે. આ સાથે યોજનાઓને પૂર્ણ કરવી એ હવે સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે પહેલા યોજનાઓ માત્ર કાગળ પર હતી, પરંતુ હવે લોકોને સસ્તી દવાઓ મળી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું કે, અટલજીએ આધુનિક ભારતમાં સુશાસનને યોગ્ય અર્થમાં જમીન પર મૂકવાનું કામ કર્યું. ૭૦ વર્ષમાં આપણી લોકશાહી પ્રણાલી પરથી લોકોનો વિશ્વાસ ઊઠી રહ્યો હતો, કારણ કે લોકશાહીની સફળતા ત્યારે જ લોકો સુધી પહોંચે છે જ્યારે આપણે સ્વરાજને સૂરજમાં રૂપાંતરિત કરીએ. નરેન્દ્ર મોદીએ સ્વરાજને સૂરાજમાં રૂપાંતરિત કરવાની લોકોની અપેક્ષાને પુરી કરવાનું કામ કર્યું. અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ ૨ કરોડથી વધુ લોકોને ઘર આપ્યા છે, દરેક ઘરમાં વીજળી અને શૌચાલય આપવાનું કામ પૂરું થઈ ગયું છે. ૨૦૧૪ પહેલા આ દેશમાં ૬૦ કરોડ લોકો એવા હતા, જેમના પરિવારનું એક પણ બેંક ખાતું નહોતું, તેમના ઘરમાં વીજળી નહોતી, કોઈની પાસે ઘર નહોતું. ૧૦ કરોડથી વધુ પરિવારો એવા હતા જેમની પાસે શૌચાલય પણ નથી. પાયાની સમસ્યાઓના નિરાકરણ માટે નીતિઓ અને કાર્યક્રમો એવી રીતે બનાવવામાં આવ્યા કે આખી સમસ્યા જડમૂળથી ઉખડી જાય. ટેક્નોલોજીના ઉપયોગથી અને નીતિઓ અને વહીવટની રચનામાં ટેક્નોલોજીના ઉપયોગથી જ સુશાસન આવી શકે છે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી ‘સુશાસન દિવસ’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર દરેક વર્ગનું ધ્યાન રાખી રહી છે અને સામાન્ય લોકોને યોજનાઓનો લાભ મળી રહ્યો છે. અમિત શાહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર આયોજિત ‘ગુડ ગવર્નન્સ ડે’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. આ સાથે ગૃહમંત્રીએ કહ્યું કે મોદી સરકારે સ્વરાજને સૂરાજમાં બદલી નાખ્યું. તેમણે કહ્યું કે કોરોના સામે સુરક્ષા વર્તુળ તૈયાર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *