નવી દિલ્હી
ઈન્ડિયન ઈલેક્ટ્રીકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ૈંઈઈસ્છ) એ ભારતમાં ઈલેક્ટ્રીકલ, ઈન્ડસ્ટ્રિયલ ઈલેક્ટ્રોનિક્સ અને સંલગ્ન ઈક્વિપમેન્ટસના ઉત્પાદકોની મધ્યસ્થ સંસ્થા છે. વર્ષ ૧૯૪૮માં સ્થપાયેલા ૈંઈઈસ્છ પ્રથમ આઈએસઓ સર્ટિફાઈડ ઈન્ડસ્ટ્રી એસોસિએશન છે, કે જેની સાથે ૯૫૦ સભ્ય સંગઠનો જાેડાયેલા છે અને તે વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઈક્વિપમેન્ટની સંપૂર્ણ વેલ્યુ ચેઈનને આવરી લે છે. ૈંઈઈસ્છના સભ્યો ભારતમાં સ્થાપિત કરાયેલા પાવર ઈક્વિપમેન્ટસમાં ૯૫ ટકા કરતાં વધુ યોગદાન આપે છે. ભારતના ઈલેક્ટ્રીકલ ઈક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રીનું કદ ૮.૫ અબજ ડોલરની નિકાસ સાથે ૫૦ અબજ યુએસ ડોલરનું છે અને કેપિટલ ગુડ ઈન્ડસ્ટ્રીમાં પાવર ઈક્વિપમેન્ટનો તેનો હિસ્સો ૫૦ ટકા છે. ૈંઈઈસ્છ સરકાર અને તેની એજન્સીઓ સાથે પોલિસી એડવોકસીની મહત્વની ભૂમિકા નિભાવે છે. તે ઘનિષ્ટપણે સ્ટાન્ડર્ડાઈઝેશન સંસ્થાઓ, સંશોધન અને વિકાસ સંસ્થાઓ તથા ટેસ્ટીંગ ઈન્સ્ટિટ્યુટ સાથે મળીને ઉર્જા કાર્યક્ષમ ઉત્પાદનો વિકસાવવા માટે ભારતીય સ્ટાન્ડર્ઝ ઘડવામાં સહાય કરે છે.ઈન્ડિયન ઈલેક્ટ્રીકલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગના મધ્યસ્થ એસોસિએશન, ધ ઈન્ડિયન ઈલેક્ટ્રીકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ૈંઈઈસ્છ) સહર્ષ જાહેર કરે છે કે વિપુલ રાય – મેનજીંગ ડિરેક્ટર, એલમેક્સ કન્ટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરાએ ૈંઈઈસ્છના વર્ષ ૨૦૨૧-૨૨ના નવા પ્રમુખ તરીકેનો હોદ્દો આજે અહીં યોજાયેલ સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં સંભાળી લીધો છે. આઈઈએમએના પોતાના વિઝન અને અગ્રતા અંગે વાત કરતાં વિપુલ રાય એ જણાવ્યું હતું કે “ભારત એનર્જી ટ્રાન્ઝીશનમાંથી પસાર થઈ રહ્યું છે તેના પરિણામ સ્વરૂપ ઈન્ડિયન ઈલેક્ટ્રીકલ અને સંલગ્ન ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગમાં પણ ઘણી બધી તકો ઉભી થશે. મારા મત મુજબ ડીજીટલ પરિવર્તન, સંશોધન અને વિકાસ તથા ગુણવત્તા, ઈનોવેશન, ઈન્વેસ્ટમેન્ટ આગળ જતાં મહત્વના પ્રેરકબળ બની રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ વૃધ્ધિથી આપણે ઉંચા નિશાન હાંસલ કરી શકીશું. રાષ્ટ્રીય અગ્રતાઓની સાથે ચાલીને આર્ત્મનિભર ભારત, વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ મહત્વના બની રહેશે. આથી આઈઈઈએમએ આ બધા ઉપર કંપની અને કામગીરીના સ્તરે ધ્યાન કેન્દ્રિત કરીને પોતાના સભ્યો સાથે મળીને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવા માટેની સ્પર્ધાત્મકતાનું નિર્માણ કરશે. આપણે ચોક્કસપણે આપણાં સભ્યો માટે ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ માટે સરકાર સાથે પરામર્શ કરતાં રહીશું.”હું અને મારી ટીમ મજબૂત, તંદુરસ્ત અને ગતિશીલ ભારતીય ઈલેક્ટ્રીકલ ઈક્વિપમેન્ટ ઉદ્યોગના નિર્માણ માટે સમગ્ર વેલ્યુ ચેઈનને આવરી લઈ વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણના ઈક્વિપમેન્ટસ માટે કામ કરતા રહીશું. પરિવર્તન અંગે નોંધ લેતાં ૈંઈઈસ્છના ડિરેક્ટર જનરલ કુ. ચારૂ માથુરે જણાવ્યું હતું કે “અમે વિપુલ રાયના નેતૃત્વથી આનંદિત અને આશાવાદી છીએ. તે વ્યાપક આંતરરાષ્ટ્રીય અનુભવ, સ્ટાર્ટ-અપ્સ માટે ધગશ, ઈનોવેશન અને ટેકનોલોજીનો અનુભવ ધરાવે છે. ખૂબ જ મહત્વના તબક્કે આ બધુ તેમને ખૂબ સારી રીતે અપવાદરૂપ સ્થાને મૂકે છે.” વિપુલ રાય સ્ટાર્ટ-અપ વ્યવસ્થાના સક્રિય મેન્ટર છે. તે એન્જીનિયરીંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે ઊંડી ધગશ ધરાવે છે. તેમના સક્ષમ નેતૃત્વને કારણે એલમેક્સમાં અનેકગણી વૃધ્ધિ થઈ છે અને તે હાલમાં વિશ્વમાં રિન્યુએબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, ઈન્ડસ્ટ્રિયલ ઓટોમેશન, ટેલિકોમ, પાવર વગેરે વિવિધ ક્ષેત્રોમાં ૪૫થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે. વિપુલ રાય યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસએન્જેલસ (ેંઝ્રન્છ) મ્.ઈ. (સ્ીષ્ઠરટ્ઠહૈષ્ઠટ્ઠઙ્મ) અને સ્.જી. (સ્ટ્ઠહેકટ્ઠષ્ઠંેિૈહખ્ત) તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ઈરવીન (ેંઝ્રૈં) ની એમબીએની ડીગ્રી ધરાવે છે.
