નવી દિલ્હી
ગુરજીન્દર પાલ સિંહ વર્ષ ૧૯૯૪ બેચના ૈંઁજી અધિકારી છે. છત્તીસગઢ સરકારે તેમને આવકથી વધારે સંપત્તિ મેળવવાના કેસમાં ગુરજીન્દર પાલ સિંહને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ છડ્ઢય્ વિરુદ્ધ ૈંઁઝ્રની કલમ ૧૨૪(છ) હેઠળ રાજદ્રોહ અને આવકથી વધારે સંપત્તિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેને લઈને તેમણે બે અરજીઓ દાખલ કરી છે. એકમાં રાજદ્રોહના કેસને રદ્દ કરવાની માગણી કરવામાં આવી છે અને બીજી અરજીમાં કેસની તપાસ ઝ્રમ્ૈં પાસે કરાવવાની માગણી કરી છે. નેતાઓ અને અધિકારીઓ ખાસ કરીને પોલીસ અધિકારીઓ વચ્ચે નેક્સસને લઈને સુપ્રીમ કોર્ટે સખત ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે એક વખતે તેમણે વિચાર્યું હતું કે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની અધ્યક્ષતામાં એક સ્ટેન્ડિંગ કમિટી બનાવવામાં આવે જે આ રીતેની ફરિયાદોની તપાસ કરે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાએ કહ્યું કે મને આપત્તિ છે કે કઈ રીતે બ્યુરોક્રેસી ખાસ કરીને કઈ રીતે પોલીસ અધિકારી આ દેશમાં વ્યવહાર કરી રહ્યા છે. એક વખતે હું વિચારી રહ્યો હતો કે એક સ્ટેન્ડિંગ કમિટી બનાવવી જેથી તેઓ બ્યુરોક્રેટ્સને ખાસ કરીને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ આવનારી આ રીતેની ફરિયાદોની તપાસ કરી શકે. આ કમિટીની અધ્યક્ષતા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કરતા. હવે હું તેને સુરક્ષિત રાખું છું. હું તેને અત્યારે બનાવવા માગતો નથી. દેશના મુખ્ય ન્યાયાધીશે આ ટિપ્પણી એ સમયે કરી જ્યારે બેન્ચની અધ્યક્ષતા કરી રહ્યા હતા અને બેન્ચ ત્રણ અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. તેમાં બેન્ચ સીનિયર ૈંઁજી ઓફિસર ગુરજીન્દર સિંહની ત્રણ અલગ અલગ અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. રાજ્ય સરકારે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર, રંગદારી અને રાજદ્રોહના કેસ દાખલ કર્યો છે. સીનિયર અધિકારીએ સુપ્રીમ કોર્ટ પાસે સુરક્ષાની માગણી કરી હતી. અરજી પર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એન.વી. રમનાએ કહ્યું કે દેશમાં સ્થિતિ દુઃખદ છે. જ્યારે કોઈ રાજનૈતિક પાર્ટી સત્તામાં હોય છે તો પોલીસ અધિકારી એક વિશેષ પાર્ટી સાથે હોય છે છતા જ્યારે કોઈ નવી પાર્ટી સત્તામાં આવે છે તો સરકાર એ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરે છે. આ એક નવું ચલણ છે જેને રોકવાની જરૂરિયાત છે. છડ્ઢય્ ગુરજીન્દ પાલ સિંહ વિરુદ્ધ બળજબરીપૂર્વક વસૂલીના એક કેસના સંબંધમાં મુખ્ય ન્યાયાધીશે આ પહેલા પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે તમે પૈસા ખાવાની શરૂઆત કરી દીધી છે કેમ કે તમે સરકારના નજીકના છો, એ જ થાય છે જાે તમે સરકારના નજીકના છો અને આ પ્રકારની વસ્તુઓ કરો છો તો તમારે એક દિવસે ભોગવવું પડશે બરાબર એવું જ થઈ રહ્યું છે.


