Delhi

સરકારથી ન થાય તે દેશના લોકોએ કરી બતાવ્યું ઃ ચીનને વેપારમાં કરોડોનુ નુકસાન……!

દંભી દગાખોર ચીનને ભારત સરકાર ફટકો આપવામાં નિષ્ફળ રહી છે પરંતુ ભારતની પ્રજાએ ચીનને આર્થિક રીતે ઘણો મોટો ફટકો આપ્યો છે. ગત વર્ષથી ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું દેશભરમાં જાગૃત નાગરિકોએ અભિયાન શરૂ કર્યું હતું. જાે કે ગત વર્ષે કોરોનાના કારણે લોકો દિવાળી પર્વ ધામધૂમથી ઉજવી શક્યા ન હતા. બીજી તરફ ભારત સાથે મિત્રતાનો દેખાડો કરીને ઉંદર નીતિથી ભારતની સરહદોમાં ઘૂસણખોરી કરવા લાગ્યુ તેમજ ભારતના કેટલાક પ્રદેશો પોતાનો હોવાનો દાવો કરી સરહદ પાસે વિવિધ કામગીરી શરૂ કરી દીધી. જ્યારે કે ચીન અરૂણાચલ પ્રદેશમાં ઘુસી ગયું હતું અને ભાજપના જ સાંસદ જાહેરમાં કહી રહ્યા હતા કે ચીને આપણી સરહદ વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે. આ બધું છતાં ભારત સરકાર કહેતી રહી કે ચીને આપણી સરહદમાં ઘૂસણખોરી કરી જ નથી. તો અરૂણાચલ વિસ્તારમાં કેટલીક જમીન પચાવી પાડી એક ગામ ઊભુ કરી દેવા સાથે પોતાના નાગરિકોને ત્યાં વસાવી દીધા છે. જે બાબતમા ભારતે એક પણ હરફ ઉચાર્યોભ નથી. એટલે ભારતની પ્રજામાં આક્રોશ વ્યાપી ગયો છે. બીજી તરફ ચીની ઉત્પાદનો ભારતમાં વેપાર થઈ શકે છે કારણ કે ભારતના વૈશ્વિક વ્યાપાર કરારો છે. એટલે કે ચીની ઉત્પાદનોનો બહિષ્કાર પણ ન કરી શકે. અને આ બાબતના જાગૃત નાગરિકોએ ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું એલાન જાેરજાેરથી ઉપાડ્યુ અને તેના પરિણામ પણ મળ્યા… દેશના લોકોએ દેશનાજ ઉત્પાદનો મોટા પ્રમાણમાં ખરીદ્યા અને એ રીતે ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો જેના પરિણામ રૂપે ચીનને રૂપિયા ૫૦ હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. તેમ કોન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનુ કહેવું છે….. મતલબ કે ભારતની પ્રજાએ વેપાર ક્ષેત્રમાં ચીનને મોટો આર્થિક ફટકો આપ્યો છે તેમ કહેવું ખોટું નથી…..!

દેશ કોરોના મહામારીમાંથી બહાર આવતા સરકારે તમામ ક્ષેત્રના વેપાર, ઉદ્યોગો ધંધા, રોજગારને મહત્તમ છૂટછાટ આપી દીધી છે. જેને કારણે આમ પ્રજા બે વર્ષે નવરાત્રિ- દિવાળી જેવા પર્વો ઉજવી શક્યા છે. તેમાં ખાસ તો દેશભરમાં નવરાત્રી પહેલાથી લોકો ખરીદી માટે બજારમાં ઊમટી પડતા હોય છે. નવરાત્રી અગાઉ ખરીદી નીકળી પરંતુ તે ખરીદી મર્યાદિત રહી. પરંતુ દિવાળીમાં નોકરીયાત વર્ગોને પગાર, બોનસ, કૃષિ ઉત્પાદનની આવક ખીસ્સામાં આવતા પરિવારજનોને માટે બજારોમાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા અને ધૂમ ખરીદી કરી હતી. આ ખરીદી સ્થાનિક ઉત્પાદનોનીજ બની રહી હતી. જેમા ઈલેક્ટ્રીક ઉપકરણો, રમકડાં, મીઠાઈ, સોનુ- ચાંદી તેમજ દાગીના, કપડા, ઘરની સજાવટનો સામાન, મીઠાઈ, વાસણો, બુટ- ચપ્પલ, માટીના કોડીયા રસોઈનો સામાન, ઈલેક્ટ્રીક સામાન વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ લોકોએ આ માલ સામાનમાં ચીની ઉત્પાદનો ન આવી જાય તેનું ધ્યાન રાખી ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો હતો. આ વખતે દેશભરમાં રૂપિયા સવા લાખ કરોડનો વેપાર થયો હોવાનું સીએઆઈટી નું કહેવું છે. અને આ કારણે ગ્રામ્ય, જિલ્લા કક્ષાના તેમજ સ્થાનિક સ્તરે તમામ પ્રકારના ઉત્પાદકોને પોતાના ઉત્પાદનો વેચવાની મોટી તક સાંપડી હતી. જે નાનો વેપાર કરનારા માટે પણ સારી આવક બની રહ્યું. તે સાથે ગ્રાહકો અને વેપારી આલમ માટે પણ લાભદાયક વર્ષ રહ્યું તથા આવી ખરીદીને કારણે દેશની અને વેપારી વર્ગની આર્થિક સ્થિતિનુ મોટું બુસ્ટર બની ગયું છે. ટૂંકમાં કોમનમેનના ખીસ્સામા પૈસા આવે તો દેશના બજારો ધમધમી ઉઠે તે સાથે ઉદ્યોગો પણ દોડતા રહે અને સરકારને તો આર્થિક કર લાભ છે જ……!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *