નવીદિલ્હી
વિકી કૌશલ અને કેટરીનાને બોલિવુડ સેલેબ્સ તરફથી મોંઘી ગિફ્ટ આપવામાં આવી છે. નવા પરિણીત યુગલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર લગ્નની તવીરો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. મળતા અહેવાલ મુજબ, વિકી કૌશલ અને કેટરીનાને બોલિવુડ સેલેબ્સ તરફથી મોંઘી ગિફ્ટ આપવામાં આવી છે. અભિનેતા રણબીરે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને ૨.૭ કરોડનુ નેકલેસ ગિફ્ટ કર્યુ છે. બોલિવૂડ કિંગ શાહરૂખ ખાને કપલને તેમના લગ્નમાં એક મોંઘી પેઇન્ટિંગ ભેટમાં આપી હતી જેની કિંમત લગભગ ૧.૫ લાખ રૂપિયા છે. અભિનેત્રી આલિયાએ કપલને પરફ્યુમની બાસ્કેટ ભેટમાં આપી હતી જેની કિંમત લાખો રૂપિયા છે. બોલિવૂડ સ્ટાર ઋત્વિકે વિકીને ૩ લાખ કિંમતની મ્સ્ઉ ય્૩૧૦ ઇ બાઈક ભેટ આપી હતી. જ્યારે તાપસીએ વિક્કીને ૧.૪ લાખની કિંમતનું પ્લેટિનમ બ્રેસલેટ ભેટમાં આપ્યું હતું.સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાને નવવિવાહિત કપલને ૩ કરોડની રેન્જ રોવર આપીને સૌને ચોંકાવી દીધા.