નવીદિલ્હી
સાઈના કર્મચારીઓ દ્વારા ૧૬ ફરિયાદો કરવામાં આવી હતી. જ્યાં સાઈ કોમ્પ્લેક્સમાં જ ઘટના બની હતી. તેમણે કહ્યું, બીજા કિસ્સામાં, જીછૈંના કોચ પર જીછૈં પરિસરમાં જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં ફોજદારી કાર્યવાહી ચાલુ છે. ગયા વર્ષે, ૨૦૧૦ થી ૨૦૧૯ સુધીમાં, રમત મંત્રાલય હેઠળના જીછૈં કેન્દ્રોમાં કુલ ૪૫ જાતીય શોષણના કેસ નોંધાયા હતા. આ અહેવાલ પછી, જીછૈંના ભૂતપૂર્વ મહાનિર્દેશકે કહ્યું હતું કે યૌન શોષણના આંકડા ઘણા વધારે હોઈ શકે છે કારણ કે ઘણા કેસ નોંધાયા પણ ન હોત.અનુરાગ ઠાકુરે ગૃહમાં એમ પણ કહ્યું કે આવા મામલાઓને રોકવા અને ફરિયાદ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું, યૌન શોષણ અટકાવવા અને ફરિયાદ નોંધાવવા માટે જીછૈંના તમામ કેન્દ્રો પર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જીછૈં ના જુદા જુદા કેન્દ્રો પર આંતરિક ફરિયાદ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ વરિષ્ઠ મહિલા અધિકારી છે. જીછૈં માં ૨૪*૭ કોલ સેન્ટરની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે જ્યાં તાલીમાર્થીઓ તેમની ફરિયાદો નોંધાવી શકે છે. જ્યારે ખેલાડીઓ બહાર જાય છે, ત્યારે મહિલા કોચ/મહિલા મેનેજર તેમની સાથે રહે છે. અનુરાગ ઠાકુરે આ વર્ષે ખેલ મંત્રીનું પદ સંભાળ્યું છે. તેને ઓગસ્ટમાં ટોક્યો ઓલિમ્પિક-૨૦૨૦ પહેલા આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ જુલાઈના શરૂઆતના સપ્તાહમાં આ પદ પર બેઠા હતા.તેમના પહેલા કિરેન રિજજુ રમતગમત મંત્રી હતા. અનુરાગ ઠાકુરને હંમેશાથી રમતગમતમાં રસ રહ્યો છે. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આ સિવાય તે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ૨૦૧૮ થી ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટીને જાતીય શોષણની ૧૭ ફરિયાદો મળી છે. ઠાકુરે મંગળવારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. મીડિયા અહેવાલ મુજબ, સદનમાં આ સવાલ અનુરાગ ઠાકુરના પક્ષના સહિત સાત લોકોએ પૂછ્યો હતો. માહિતી આપતા ખેલ પ્રધાન અનુરાગે કહ્યું કે, તિરુવનંતપુરમ, બેંગ્લોર, કોલકાતા, ગાંધીનગર, લખનૌ અને દિલ્હી એનસીઆરમાં સ્થિત સાઈના કેન્દ્રોમાંથી જાતીય શોષણની ફરિયાદો આવી છે. તેમણે કહ્યું કે આમાંથી સાત ફરિયાદો ૨૦૧૮ માં આવી હતી, જ્યારે ૨૦૧૯માં છ ફરિયાદો આવી હતી. ૨૦૨૦માં ફરિયાદ મળી હતી.


