Delhi

સૂર્યકુમાર યાદવે ૧૫૨ બોલમાં ૨૪૯ રન ફટકાર્યા

,નવીદિલ્હી
મુંબઈ પોતાના ક્લબ ક્રિકેટ માટે પ્રખ્યાત છે. ક્રિકેટની નર્સરી ગણાતા શહેરમાં સ્થાનિક ખેલાડી સૂર્યકુમાર યાદવે તરખાટ મચાવ્યો હતો. ૭૪મી પોલીસ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પારસી જીમખાના તરફથી રમતી વખતે સૂર્યા આ યાદગાર ઈનિંગ્સ રમ્યો હતો. જેના કારણે તેની ટીમે પ્રથમ દાવમાં પય્યાડે સ્પોર્ટ્‌સ ક્લબના સામે ૯૦ ઓવરમાં ૫૨૪ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ ટુર્નામેન્ટ સ્ઝ્રછ એટલે કે મુંબઈ ક્રિકેટ એસોસિએશનના બેનર હેઠળ પોલીસ જીમખાના ગ્રાઉન્ડ, મરીન ડ્રાઇવ ખાતે રમાઈ હતી. ૧૯૯ મિનિટ સુધી ક્રિઝ પર રહેલા સૂર્યકુમાર યાદવે આ સમયગાળા દરમિયાન ૧૬૩.૮૨ ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો હતો. જીદ્ભરૂ સિવાય આદિત્ય તારેએ ૭૩, સચિન યાદવે ૬૩ અને વિક્રાંત એ ૫૨ રન બનાવ્યા હતા. જાણવા મળે છે કે ભારતીય ટીમ આ સમયે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં ૨૬મીથી ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે. સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન મળ્યું નથી. તે હજુ પણ તેના ટેસ્ટ ડેબ્યુની રાહ જાેઈ રહ્યો છે. પહેલા તેણે ઈંગ્લેન્ડ અને પછી ન્યુઝીલેન્ડ સામેની ઘરેલું ટેસ્ટ સિરીઝમાં જગ્યા મળી હતી, પરંતુ તેને અત્યાર સુધી પ્લેઇંગ ૧૧ માં તક મળી નથી. ટેસ્ટ શ્રેણી બાદ ભારતે દક્ષિણ આફ્રિકામાં ચાર મેચોની વનડે શ્રેણી પણ રમવાની છે, જ્યાં ૩૧ વર્ષીય બેટ્‌સમેનની પસંદગી લગભગ નિશ્ચિત છે. મેદાનમાં ચારેય ખૂણે મારવાની ક્ષમતા ધરાવતો સૂર્યકુમાર સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મેગા ઓક્શન પહેલા મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા પણ તેને જાળવી રાખવામાં આવ્યો છે.ભારતીય બેટ્‌સમેન સૂર્યકુમાર યાદવે ધડાધડ બેટિંગ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. મુંબઈમાં બેવડી સદી ફટકારીને આ ખેલાડીએ મેદાનમાં દરેક ખૂણે-ખૂણે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. ૧૫૨ બોલમાં ૨૪૯ રનની ઈનિંગમા ૩૭ ચોગ્ગા અને ૫ છગ્ગાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *