Delhi

હન્દુ અને ભારત અલગ ન હોઈ શકે. ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ જ રહેવું પડશેઃ સંઘ પ્રમુખ ભાગવત

નવી દિલ્હી,
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક મોટું નિવેદન આપતા જણાવ્યું કે હિન્દુ અને ભારત અલગ ન હોઈ શકે. ભારતે ભારત રહેવું હોય તો ભારતે હિન્દુ જ રહેવું પડશે. હિન્દુએ હિન્દુ રહેવું હોય તો ભારતે અખંડ બનવું જ પડશે. આ વાતો તેમણે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહી હતી.
ભાગવત આગળ કહ્યું કે આ હિન્દસ્તાન છે અને અહીં પરંપરાથી હિન્દુ લોકો રહતા આવ્યા છે. જે જે વાત હિન્દુ કહે છે એ તમામ વાતોનો વિકાસ આ ભૂમિમાં થયો છે. ભારતની તમામ વાતો ભારતની ભૂમિ સાથે જાેડાયેલી છે, સંયોગથી નહીં. સંઘ પ્રમુખે કહ્યું કે હિન્દુ વિના ભારત નહીં અને ભારત વિના હિન્દુ નહીં. ભારતના ભાગલા થયા અને પાકિસ્તાનનું સર્જન થયું કેમ કે આપણે એ ભાવને ભૂલી ગયા કે આપણે હિન્દુ છીએ, ત્યાંના મુસ્લિમો પણ ભૂલી ગયા. ખુદને હિન્દુ માનનારાઓની પહેલા તાકાત ઘટી પછી સંખ્યા ઘટી એટલા માટે પાકિસ્તાન ભારત ન રહ્યું.

RSS-President-Mohan-Bhagwat.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *