Delhi

૨૦૨૨માં કોંગ્રેસને નવા સીએમ ચન્ની ડુબાડી દેશે ઃ નવજાેત સિદ્ધુ

મોહાલી
નવજાેત સિદ્ધુ પરગટ સિંહ નામના એક નેતા સાથે વાતચીત કરતા સાંભળી શકાય છે જેમાં પરગટસિંહ કહે છે કે ફક્ત બે મિનિટની વાર છે મુખ્યમંત્રી ચન્ની આવી રહ્યા છે. જવાબમાં નિરાશાના સૂરો સાથે સિદ્ધુ કહે છે અમે છેલ્લા કેટલાંય સમયથી તેમની રાહ જાેઇ રહ્યા છીએ. ફરીથી પરગટસિંહ કહે છે કે આજે ખુબ મોટી સંખ્યામાં મેદની ભેગી થઇ હોવાથી મજા પડી જશે. તેમની વાતમાં સૂર પૂરાવતા પંજાબ પ્રદેશ કોંગ્રેસની વર્કિંગ કમિટિના પ્રમુખ સુખવિંદર સિંહ ડૈની કહે છે આજનો કાર્યક્રમ તદ્દન સફલ રહ્યો છે. જાે કે આ વાત સાંભળી નિરાશ થયેલા સિદ્ધુએ કહ્યું હતું હજું ક્યાં સફળતા મળી છે. જાે તમે ભગવંત સિંહ સિદ્ધુ (સિદ્ધુના પિતા)ના પુત્રને રાજ્યનો મુખ્યમંત્રી બનાવ્યો હોત તો સફળતા કોને કહેવાય તે દેખાડી દેત. ત્યારબાદ સિદ્ધુએ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ચન્ની ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની નૈયાને સંપૂર્ણપણે ડૂબાડી દેશે.પંજાબમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલી ટાંટિયા ખેંચ અને આંતરિક સંઘર્ષ હજુ પણ શાત થવાનું નામ લેતો નથી. હવે પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નવજાેતસિંઘ સિદ્ધુએ રાજ્યના મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્ની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ શરૂ કરી દીધો હતો, એટલું જ નહીં પરંતુ સિદ્ધુએ તો પોતાને જ રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની વકીલાત પણ જાહેરમાં કરી નાંખી પોતાની મહત્વકાંક્ષા ખુલ્લી પાડી દીધી હતી. રાજ્યના મુખ્યમંત્રી તરીકે પોતાની પસંદગી ન થવા બદલ રોષે ભરાયેલા સિદ્ધુએ એક વીડિયોમાં ત્યાં સુધી કહી દીધું હતું કે આ મુખ્યમંત્રી ૨૦૨૨ સુધીમાં રાજ્યમાં કોંગ્રેસને સરિયામ ડૂબાડી દેશે. સિદ્ધુનો અન્ય નેતાઓ સાથે થયેલી વાતચીતનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતાં અકાલીદળે કોંગ્રેસના મુખ્યમંત્રી વિરૂદ્ધ હુમલા શરૂ કરી દીધા હતા. અત્યંત વિશ્વસનિય સૂત્રો તરફથા પ્રાપ્ત માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે મોહાલી ેરપો૪ટ ચોક ખાતે આવી પહોંચ્યા બાદ સિદ્ધુએ મુખ્યમંત્રી ચન્ની વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. મોહાલીના એરપોર્ટ ચોક ખાતેથી એક રેલી નિકળવાની હતી જે લખીમપુર જવાની હતી તે પ્રસંગે અહીં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ એકઠાં થયા હતા.

Navajot-Singh-sidhu-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *