નવી દિલ્હી
આરબીઆઈએ લોન ફ્રોડ કેસમાં ઘટાડો કરવા માટે ઓગસ્ટ ૨૦૨૦માં કરન્ટ એકાઉન્ટ સાથે જાેડાયેલા નિયમો કડક કરી દીધા હતા. આ પ્રતિબંધ ક્રેડિટ ડિસિપ્લિન લાગુ કરવા અને ફંડના ડાયવર્ઝનને રોકવા માટે હતા. આરબીઆઇ એ બેન્કોને એવા ગ્રાહકોના કરન્ટ એકાઉન્ટ ખોલવાથી અટકાવ્યા હતા જેમણે અન્ય બેન્કો પાસેથી લોન લીધી હતી. આરબીઆઈએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે, ૫ કરોડ રૂપિયાથી ઓછુ બેન્કિંગ સેક્ટર એક્સપોઝર વાળા લેણદારો કોઈ પ્રતિબંધ વિના ચાલુ ખાતુ ખોલાવી શકે છે. કેશ ક્રેડિટ એકાઉન્ટ અને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લઈ શકે છે. જાે કે, તેના માટે લેણદારોએ અંડરટેકિંગ આપવું પડશે. અંડરટેકિંગ હેઠળ ૫ કરોડ રૂપિયા અથવા તેનાથી વધુની ક્રેડિટ ફેસિલિટી થાય ત્યારે બેન્કોને જણાવવાનું રહેશે.રિઝર્વ બેન્કે કરન્ટ એકાઉન્ટ / ચાલુ ખાતાના નિયમો હળવા કર્યા છે, જેથી હવે એવા દેવાદારો કરન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકશે જેમણે બેન્કિંગ સિસ્ટમથી કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ દ્વારા લોન સુવિધા લીધી હોય. જાે કે તેમાં મુખ્ય શરત છે કે દેવાદારે લીધેલી લોન ૫ કરોડ રૂપિયાથી ઓછી હોવી જાેઈએ. આરબીઆઈએ ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન (ૈંમ્છ) અને અન્ય હિતધારકો તરફથી પ્રતિભાવો મળ્યા પછી નિયમોમાં ફેરફાર કર્યા છે. આરબીઆઈએ બેન્કોને આ નિયમો એક મહિનામાં લાગુ કરવા જણાવ્યું છે.
