નવી દિલ્હી
૮ નવેમ્બર ૨૦૧૬ની રાતે ૮ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટી.વી. ચેનલો પર દેશના નામે સંબોધનમાં નોટબંધી લાગુ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત સાથે જ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટનું ચલણ બંધ થયું હતું. રાતો-રાત આ કરન્સીમાં જમા પૈસા અયોગ્ય થઈ ગયા. સરકારે તેને જમા કરવા અને બદલવાની સમયસીમા નક્કી કરી દીધી હતી ત્યારબાદ લોકોમાં અફરતરફી મચી જવા પામી હતી અને આખા દેશના લોકો સવાર થતા જ બેંકોના ચક્કર લગાવવા લાગ્યા હતા પરંતુ આગામી દિવસે બેંક બંધ હતી. ત્યારબાદ જ્યારે બેંકો ખૂલી તો લોકો પોતાના કામ છોડીને બેંકો સામે લાઇનમાં ઊભા રહેતા નજરે પડ્યા. પૈસા કાઢવા માટે પણ લોકો છ્સ્ સામે કલાકો સુધી ઊભા રહ્યા.કોંગ્રેસ પાર્ટીના એક ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને માગણી કરી છે કે ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટ પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવી દેવામાં આવે. તેમની દલીલ છે કે આ નોટોનો ઉપયોગ ભ્રષ્ટાચાર અને લાંચમાં થઈ રહ્યો છે. તેમણે તેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન ગણાવ્યું છે. રાજસ્થાનમાં ભ્રષ્ટાચારની ઘટનાઓ તરફ ધ્યાન ખેચતા સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય ભરત સિંહ કુંદનપુરે કહ્યું કે જાન્યુઆરી ૨૦૧૯થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી ભ્રષ્ટાચારના કુલ ૬૧૬ કેસ નોંધવામાં આવ્યા એટલે કે એવરેજ રોજ બે કેસ સામે આવ્યા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મ જયંતી પર તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને ઉચ્ચ મૂલ્યની નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની અપીલ કરી છે. સાંગોદના ધારાસભ્યએ કહ્યું કે મહાત્મા ગાંધીની તસવીર માત્ર ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટ પર હોવી જાેઈએ કેમ કે તેનો ઉપયોગ ગરીબ લોકો કરે છે અને મહાત્મા ગાંધીએ જીવનભર બેસહારા લોકો માટે કામ કર્યું. ભરત સિંહ કુંદનપુરે પત્રમાં લખ્યું કે મારી સલાહ છે કે મહાત્મા ગાંધીની તસવીરનો ઉપયોગ ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટોમાં ન થાય. અશોક ચક્ર પણ ઉદ્દેશ્યની પૂર્તિ પ્રભાવી રીતે કરી શકાય છે. કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે છેલ્લા સાઢા સાત દશકમાં દેશમાં ચોતરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મહાત્મા ગાંધી સત્યના પ્રતિક છે અને મહાત્મા ગાંધીની તસવીર ૫૦૦ અને ૨૦૦૦ની નોટો પર છપાઈ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ભ્રષ્ટાચાર અને લાંચની લેવડ-દેવડ માટે થાય છે. કોંગ્રેસી ધારાસભ્યએ એમ પણ કહ્યું કે ઉચ્ચ મૂલ્યની નોટોનો ઉપયોગ ભ્રષ્ટાચારમાં થાય છે જે મહાત્મા ગાંધીનું અપમાન છે એટલે ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટો પરથી તેમની તસવીર હટાવી દેવામાં આવે.


