Delhi

૯૯ દેશોના પ્રવાસીઓને હવે ભારતમાં ક્વોરેન્ટાઈન નહીં થવું પડે

નવી દિલ્હીઃ
ભારતે કેટલાક દેશોને જાેખમી દેશોની કેટેગરીમાં મૂક્યા છે તેમા યુકે, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોટ્‌સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે અને સિંગાપોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાેખમ ઝળુંબતું હોય તે યાદીમાંથી બાદબાકી ધરાવતા દેશોના પ્રવાસીઓએ એરપોર્ટ છોડયાના ૧૪ દિવસ પછી તેમના આરોગ્યની જાતે સારસંભાળ રાખવાની રહેશે.આ બાબત તે બધા દેશોના પ્રવાસીઓને લાગુ પડે છે જેમા હુની માન્યતાપ્રાપ્ત રસીને બંને દેશોએ પારસ્પરિક ધોરણે માન્યતા આપી છે. આરોગ્ય મંત્રાલયના લિસ્ટ એમાં આવતા પરંતુ જાેખમી શ્રેણીમાં વર્ગીકૃત દેશોના પ્રવાસીઓને એરપોર્ટ છોડવાની છૂટ આપવામાં આવશે અને તેમણે આવ્યાના ૧૪ દિવસ પછી આરોગ્યનું જાતે જ મોનિટરિંગ કરવાનું રહેશે.ભારતે યુએસ, યુકે, યુએઇ, કતાર, ફ્રાન્સ તથા જર્મની સહિત ૯૯ દેશોના બંને રસી લેનારા પ્રવાસીઓને દેશનો પ્રવાસ ખેડવા ક્વોરેન્ટાઇન ફ્રી એન્ટ્રી માટે મંજૂરી આપી છે. ભારતે ગયા માર્ચમાં ટુરિસ્ટ વિઝા સસ્પેન્ડ કર્યા હતા અને ૧૫મી ઓક્ટોબરથી તેનો પ્રારંભ કર્યો છે. કેટેગરી એમાં આવતા ૯૯ દેશોના પ્રવાસીઓએ ભારતના આગમનના ૭૨ કલાક પહેલા કોવિડ-નેગેટિવ રિપોટ મેળવવો પડશે. તેની સાથે એર સુવિધા પોર્ટલ પર સંપૂર્ણ રસીકરણનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવું પડશે. આ દરમિયાન ભારતમાં પણ એક જ દિવસમાં કોરોનાના કેસો નોંધાવવાની સંખ્યા છેલ્લા ૫૨૩ દિવસના નીચલા સ્તરે પહોંચી ૧૦,૨૨૯ થઈ છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૧,૩૪,૦૬૯ તથા આજનો મૃત્યુઆંક ૧૨૫ છે. સક્રિય કેસોની સંખ્યા ઘટીને ૧,૩૪,૦૬૯ થઈ છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી ઓછી છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ કેસ લોડના સંદર્ભમાં ૧,૮૨૨ કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૧૨ ટકા છે. છેલ્લા ૪૨ દિવસથી આ દર બે ટકાથી નીચે છે. વીકલી પોઝિટિવિટી રેટ ૦.૯૯ ટકા છે. આ દર છેલ્લા ૫૨ દિવસથી બે ટકાથી નીચે છે. આમ જે દેશોના ભારત સાથે રસી પ્રમાણપત્રોને મંજૂરી આપવાના પારસ્પરિક કરાર છે અથવા તો જે હુની માન્યતા પ્રાપ્ત રસી ધરાવે છે તે દેશોના પ્રવાસીઓ ભારતનો પ્રવાસ ક્વોરેન્ટાઇન પીરિયડ વગર ખેડી શકશે. આ ઉપરાંત તેવા દેશોના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે જેના ભારત સાથે કરાર નથી પરંતુ તેઓએ ભારતીય માન્યતા પ્રાપ્ત રસી માટે કે હુની માન્યતા પ્રાપ્ત રસી માટે ભારતીયોને ક્વોરેનટાઇન સમયગાળામાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે તે દેશોના પ્રવાસીઓને પણ ક્વોરેન્ટાઇન ફ્રી એન્ટ્રીની મંજૂરી આપવામાં આવશે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવેમ્બરમાં જારી કરેલી માર્ગદર્શિકામાં જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *