લોકો પરેશાનઃ રાજસ્થાન તરફના માર્ગે ઓવરબ્રિજની માંગણી*
જગવિખ્યાત અંબાજી શક્તિ આસ્થાનું ત્રિવેણી સંગમ છે યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીનાં દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે અંબાજીમાં માતાજીના દર્શન કરવા આવતા યાત્રિકો મોટા ભાગે પોતાના વાહનો લઇ ને આવતા હોય છે અને રસ્તા પર જ્યાં ત્યાં વાહનો પાર્ક કરતા હોય છે.
રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ કરવાથી તેમજ માઉન્ટ આબુ-રાજસ્થાન તરફ જતા યાત્રિકોને પણ આવવા – જવા માટેનો મુખ્ય માર્ગ અંબાજી માંથી જ પસાર થતો હોવાથી અહીં નાના – મોટા વાહનોની લાંબી લાઈનો લાગવાથી ટ્રાફિક જામની સમસ્યા અવારનવાર જોવા મળે છે જેના લીધે માઉન્ટ આબુ – રાજસ્થાન ફરવા જતા યાત્રિકો કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાઈ જતા હોય છે ત્યારે આ ટ્રાફિકની સમસ્યાનો અંત લાવવો જરૂરી બન્યો છે.
અંબાજી માં દિન પ્રતિદિન યાત્રિકોની વધતી જતી આવક – જાવકને ધ્યાને લઈને તંત્ર દ્વારા હવે ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે અને ખાસ કરીને રાજસ્થાન તરફ પ્રયાણ કરતા પ્રવાસીઓને અંબાજીથી બહાર નીકળવાની સમસ્યાને નિવારવા માટે મુખ્ય હાઇ-વે થી રાજસ્થાન તરફ જવા માટે ફ્લાયઓવર બનાવવામાં આવે તો મોટા ભાગની ટ્રાફિકની સમસ્યાનો અંત લાવી શકાય છે.
અંબાજી થી રાજસ્થાન તરફ જતા પ્રવાસી, યાત્રિકોને ફ્લાયઓવર રસ્તા પરથી જવા માટેની સુવિધા મળે તો વાહનોની લાંબી કતારમાંથી મુક્તિ મેળવી સરળતાથી આબુ જઈ શકશે અને અંબાજી માં થતી ભીડની સમસ્યાને કાયમી નિકાલ થહી શકાશે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


