Gujarat

અંબાજી મંદિર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા માતાજી ના કર્યાં દર્શન

જગવિખ્યાત અંબાજી ખાતે લાખો યાત્રિકો દર વર્ષે જોવા મળે છે માતાજી ના ચરણે નેતા અભિનેતા પણ આવતા હોય છે યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલુ છે અને અંબાજી મંદિર ખાતે વિવિધ રાજકીય નેતાઓ મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે સોમવારે સવારે મંગળા આરતી બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અંબાજી મંદિરના ગર્ભગૃહમા માતાજીનાં દર્શન કર્યા હતા.
અંબાજી મંદિર ખાતે આવેલાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારીનું ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ તેઓ અંબાજી મંદિરમાં ગર્ભગૃહમા માતાજીનાં દર્શન કર્યા હતા અને મહારાજ દ્વારા તેમને ચૂંદડી ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યુ હતું, તે પછી માતાજીનાં ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા
ગુજરાત કોંગ્રેસ ના પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય કાંતી ખરાડી, ચંદનજી ઠાકોર,બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, અંબાજી કોંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોષી, વિવિઘ આગેવાનો,કાર્યકરો હાજર રહ્યા હતા. તેમના સાથે અંબાજી મંદિર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી દર્શન કરવા આવ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

1636957104690.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *