Gujarat

અંબાજી મંદિર ચાચર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા દુર્ગાવાહિની દ્વારા શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ યોજાયો

શક્તિનું પ્રતિક એટલે કે શક્તિપીઠ અંબાજી મંદિર નવરાત્રિનું પર્વ ચાલી રહ્યો હતો નવ દિવસ નવરાત્રિના અંબા ની શક્તિની આરાધના કરી નવરાત્રિના છેલ્લે દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની દ્વારા મા અંબાના સાનિધ્ય ચાચર ચોકમાં શસ્ત્ર પૂજા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની દ્વારા દરેક હિન્દુ સમાજને આવાન કરવામાં આવ્યું કે ઓછામાં ઓછા 5 શસ્ત્ર તો ચલાવતા શીખવા જોઈએ આપણા રક્ષણ માટે આપણા દેશના રક્ષણ માટે આપણા રાષ્ટ્રના રક્ષણ માટે ઓછામાં ઓછા પાંચ શાસ્ત્ર દરેક હિન્દુ ધર્મના ભાઈ-બહેનોને શીખવા જોઈએ અને શક્તિને ધામમાં શક્તિની ઉપાસના કરી અને શક્તિનું પ્રતિક એટલે કે શસ્ત્ર નું પૂજા પણ માતાજી ના ચાચરચોકમાં કર્યું હતું
આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વહીવટદાર શ્રી એસ.જે. ચાવડા અને દવે સર  ઉપસ્થિત રહ્યા હતા
વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સહ સેવા પ્રમુખ પ્રભુદાસભાઈ મોદી, જિલ્લા અધ્યક્ષ શ્રી દલસુખભાઈ અગ્રવાલ, ઉપાધ્યક્ષશ્રી જયપ્રકાશ મહેશ્વરી, અને દુર્ગાવાહિની સહયોજી કા હિરલબેન ચૌધરી તથા ઉત્સાહી કાર્યકર્તા નિરવભાઈ પડ્યા રાકેશ ભાઈ મોદી વિક્રમ ભાઈ સરગરા સુરેશભાઈ જોષી અરવિંદભાઈ અગ્રવાલ ગીતાબેન સાધુ દુર્ગાવાહિની નારી શક્તિ અને અંબાજી ગામના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શક્તિની ઉપાસના કરી અને શસ્ત્ર પૂજા વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની ના કાર્યકર્તા દ્વારા કરવામાં આવી હતી

IMG-20211015-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *