આંબાજી ખાતે શ્રી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ, અંબાજી સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલય કુંભારીયા-અંબાજી માં વિશ્વ વિકલાંગ દિન (૩જી ડિસેમ્બર) ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ ને ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી લલ્લુભાઈ બી. પ્રજાપતિ દ્વારા ઉદ્દઘાટન કરી, પ્રારંભ માં મેં.ટ્રસ્ટી તથા શિક્ષકો દ્વારા વિશ્વ વિકલાંગ દિન ની ઉજવણી નું મહત્વ સમજાવવામાં આવ્યું.સાથે સાથે શ્રી ભાઈલાલભાઈ બારોટ નાયબ મામલતદારશ્રી મતદાન યાદી પ્રાંત કચેરી દાંતા તથા શ્રી રઈશભાઈ સિપાઈ નાયબ મામલતદારશ્રી (ચુંટણી શાખા) મામલતદાર કચેરી દાંતા એ સંસ્થા ની મુલાકાત કરી મતદાન જાગૃતિ અંગે દિવ્યાંગ બાળકો ને માહિતી આપી તથા ૧૮ વર્ષ પુર્ણ થયેલ દિવ્યાંગ બાળકો ના ફોર્મ ભર્યા.સંસ્થાના આચાર્ય શ્રી રમેશભાઈ ઝાલા તથા માધવભાઈ દેસાઈ ના નેતૃત્વ હેઠળ દિવ્યાંગ બાળકો ને વિવિધ રમતો ની સ્પર્ધા કરાવવામાં આવી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


