Gujarat

અદાણી ગેસના ભાવમાં ફરી વધારો ઝીંકાયો

અમદવાદ
કોરોનાની દહેશત વચ્ચે ગુજરાતમાં ઝ્રદ્ગય્ વાહન ચાલકો માટે ચિંતાના સમાચાર આવ્યા છે. અદાણી ગેસે ફરી એક વખત ઝ્રદ્ગય્ ભાવમાં વધારો કર્યો છે. અદાણીએ ઝ્રદ્ગય્માં કિલોદીઠ રૂ૧.૮૫ એટલે કે ૨ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. અને હવે નવો ભાવ કિલો દીઠ રૂ.૬૭.૫૯ થઇ ગયો છે. ઝ્રદ્ગય્માં સતત ભાવ વધારાને લીધે વાહનચાલકો પર આર્થિક બોજ વધી ગયો છે. ફરી અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા વાહન ચાલકો મુંઝવણમાં મુકાયા છે. કોરોના કાળને લીધે પહેલાથી નાગરિકો પર મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે ફરી હવે રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટનો ખતરો તોળાય રહ્યો છે, જેણે કોરોનાની ત્રીજી લહેરની શક્યાતાઓ વધારી દીધી છે. ત્યારે રિક્ષા ચાલકોના વિરોધ વચ્ચે ઝ્રદ્ગય્ના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઝ્રદ્ગય્ વાહનચાલકોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અદાણી ગેસ દ્વારા ભાવ વધારો કરતાં તેની પાછળ ગુજરાત ગેસ પણ ભાવ વધારો ઝીંકે તો નવાઇ નહીં.મોંઘવારીનો વધુ એક માર સામાન્ય જનતા અને વાહનચાલકોને સહન કરવો પડશે. ફરી ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસમાં ફરી એક વાર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. આજે ગેસના ભાવમાં રુ.૨ નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસનો જુનો ભાવઃ ૬૫.૭૪ પ્રતિ કિલો હતો. જે હવે નવો ભાવઃ ૬૭.૫૯ પ્રતિ કિલો થયો છે.

Adani-gas-prices-rise-again-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *