Gujarat

અન્યાય અને અત્યાચાર સામે સહનશક્તિ ખુંટી જતાં મોત ને વ્હાલું કરવા જતી આ દેશની માં- બાપ વગરની 19 વર્ષ ની દીકરીએ પત્રકાર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો

આ વાત છે દેવભૂમિ દ્વારકા જીલ્લા ના કલ્યાણપુર તાલુકાની 18 થી 19 વર્ષની માસુમ બાળકી ના હ્દયફાટ રૂદનથી પથ્થર પણ પીગળી જાય ત્યારે  કાળા માથાના માનવી ની શું વાત ? ગરીબાઈ ની ચરમસીમા પર ઉભેલી નિલમ આ સમાજ સામે રડમસ અવાજે સવાલો  પુછી રહીં છે. કુંવારી કન્યાને જોઈ લાળ ટપકવતા આ સમાજના કુતરાં સામે શું કલ્યાણપુર તાલુકાની પોલીસ કાયદા નો પાઠ ભણાવશે ?
  આ અંગે ની મળતી માહિતી મુજબ અમારા પ્રતિનિધિ વજસીભાઈ વરવરીયા કલ્યાણપુર તાલુકાના હાબરડી ગામ નજીક પોતાનું રોજિંદું કામકાજ કરી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે 18 થી 19 વર્ષની માસુમ બાળકીએ વજસીભાઈ વરવરીયા નો રસ્તો આંતરી ને બાઈક ઉભું રાખવા હાથ ઉંચો કરી મદદ માટે અવાજ કર્યો. સ્વભાવીક મદદ માટે વજસીભાઈ બાઈક ઉભું રાખી મદદ માટે માસુમ બાળકી પાસે ગયા પહેલી નજરે જ થી ખબર પડી હતી કે કોઈ ગરીબ પરિવારમાથી આવતી આ દીકરીને મારી શું જરૂર હશે ? ત્યારે આ દીકરીએ પોતાના ઉપર થયેલા અત્યાચારની બનાવેલી કહાની રડતાં રડતાં વાત કરી આ માસુમ બાળકી કહીં રહી હતી કે તેમના માતા-પિતા ધણાં સમય થી ગુજરી ગયા છે તેમનાં પરિવારજનો માં કાકા અને બાપા ભેગી છેલ્લા બે ત્રણ વર્ષથી વધુ સમય થી રહે છે રાત દિવસ કાળી મજૂરી તેની સાથે કરે છે પરંતુ આ કાળી મજૂરી ના આ પૈસા તેમનાં પરિવારજનો લઈ લે છે દુઃખ દારિદ્રતા પોતાનું નસીબ સમજી પોતાના જીવન પસાર કરી રહી હતી રડતાં રડતાં જ્યારે આ દિકરીએ જણાવ્યું કે  છેલ્લા કેટલાક પહેલા મને એક જ સાળી તન ઢાંકવા લઈ દીધી હતી. ઈ પણ તહેવારો દરમિયાન માં સળગાવી દીધી અને આ સમાજ ના કાકા અને બાપાએ માર મારી ઘર ની બહાર કાઢી મુકીને સાથે ધમકી આપી હતી કે અહીં પાછી આવી તો તેને માર મારીને કુવામાં નાખી દઈશુ.આવા શબ્દો થી વજસીભાઈ નું હૃદય દ્રવી ઉઠ્યું દિવસભર ની પેટની ભુખી લાચાર આ નિલમને વજસીભાઈ પોતાની પાસે જે જામફળ હતાં તે ખવરાવી ને આશ્વાસન આપ્યું
       જ્યારે આ દિકરીએ નિલમ એ ફળો ખાતાં ખાતાં જણાવ્યું હતું કે  જ્યારે મારાં કાકા અને બાપાએ ઘરમાં થી કાઢી હતી ત્યારે મેં રસ્તા માં એક ડોસો મળ્યો તેને મેં સહાય કરવાનું જણાવ્યું ત્યારે તે મારા શરીર ને જોઈ ને એક બાજુ ખાડા આવવાં નું કહ્યું આ દેહને ચુંથવાના હલકટ ઈરાદા ને નિલમ પારખી ગઈ ત્યાં હું ભાગી ગઈ અને આ દુનિયામાં મારૂં કોઈ નથી એટલે જીવીને શું કરવું તેવા વિચારો માં તે આત્મહત્યા કરવા મજબૂર બની તેવાં સમય અમારાં પ્રતીનીધી વજસીભાઈ વરવરીયા સાથે મુલાકાત થઈ હતી ત્યારે વજસીભાઈ એ આ નિલમ ને આશ્વાસન આપી તુરંત જ કલ્યાણપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પીએસઆઇ બી.એફ.  ગગનીયા મેડમ ને ટેલીફોનીક માહીતી આપી હતી. ટેલિફોન પર પીએસઆઇ ગગનીયા મેડમ નિલમ ને આશ્વાસન આપીને કહ્યું હતું કે આવાં તત્વો સામે અમે ચોક્કસથી કડક કાર્યવાહી હાથ ધરીશુ આ ફોનમાં વાત કરી ત્યારે પછી વજસીભાઈ એ આપેલાં લોકેશન હાબરડી ના પાટીયા પાસે  તુરંત જ કલ્યાણપુર પોલીસ પહોંચી ગઇ હતી અને માનવતાભર્યા અભિગમ સાથે નિલમ સાથે વાતચીત કરી ને કલ્યાણપુર પોલીસ સ્ટેશન સાથે લઈ ગયાં હતા કલ્યાણપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા લેડી સિંઘમ પીએસઆઇ બી.એફ. ગગનીયા મેડમ નિલમ પર થયેલી માનવ સર્જિત અને કુદરતી આફતની માહિતી એકઠી કરી તાત્કાલિક નિલમ ના પરીવારજનોને થાણે બોલાવીને કડક શબ્દોમાં પરીવારજનોને સમાવી ને સુમેળ કરાવ્યો હતો કલ્યાણપુર પોલીસ એનિલમ ના પરીવાર સુખદ સમાધાન કરાવીને  નિલમને દિકરી વળવતા હોય તેવાં દ્રશ્યો સર્જાયા હતા હું આપને શું મદદ કરી શકું સુત્રને ખરાં અર્થમાં કલ્યાણપુર પોલીસ એ સાબીત કરી બતાવ્યું  નિલમ પણ જતાં જતાં માસુમ સ્માઈલ આપી પીએસઆઇ બી.એફ. ગગનીયા મેડમ સહિત પોલીસ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો

IMG-20211017-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *