અમદાવાદ
અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં હાલ પોતાના માતા-પિતા સાથે રહેતી ૪૫ વર્ષની દેવર્ષિના ૨૦૦૩માં વડોદરાના વિનય સાથે લગ્ન થયા હતા. દેવર્ષિએ ૨૦૦૫માં એક દીકરાને જન્મ આપ્યો હતો. (પાત્રોના નામ બદલ્યા છે) લગ્નના થોડા મહિના વિનયે દેવર્ષિને સારી રીતે રાખી. જાેકે બાદમાં તેને હનીમૂન પર લઈ ગયા બાદ ખર્ચા પેટે થયેલા રૂ.૫ લાખ પિયરમાંથી લઈને આપવાની માંગણી કરતો અને પૈસા ન આપવા પર તેની સાથે ઝઘડો કરતો હતો. આટલું જ નહીં દેવર્ષિના જેઠ પણ તેની પતિની ગેરહાજરીમાં ઘરે આવી તેને ખરાબ નજરે જાેતા અને તે શું કરે છે તેના પર નજર રાખતા. તે ઘરની બહાર નીકળે ત્યારે પણ શું કરે છે તેનું ધ્યાન રખાતું હતું.શહેરમાં મહિલાઓ પરના અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદની એક પરિણીતાએ પોતાના પતિ સામે મારઝૂડ, દહેજની માંગણી તથા માનસિક પજવણીની ફરિયાદ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે, તેની ભાણી વારંવાર તેમના બેડરૂમમાં આવી જતી અને તેની ગેરહાજરીમાં જ મામા સાથે સૂઈ જતી. રૂમમાંથી ભાણીના આંતરવસ્ત્રો જાેઈને પરિણીતા પણ ડઘાઈ ગઈ હતી. જાેકે પત્નીએ આ વિશે વાંધો ઉઠાવતા પતિએ મારઝૂડ કરીને દીકરા સાથે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ઘરકામ બાબતે પણ દેવર્ષિના જેઠ-જેઠાણી, નણંદ-નણદોઈ તથા ભાણી તેને હેરાન કરતા અને તે પિયરમાં હોય ત્યારે જ ભાણી તેમના રૂમમાં જઈને કબાટમાંથી પૈસા, દાગીના કાઢી લેતી. દેવર્ષિ આ વાત પતિને કરે તો વિનય તેની સાથે મારઝૂડ કરતો. નણંદની દીકરી ઘરમાં બધાની સામે કહેતી, તું તો શિવેનની આયા છે, મુન્ના વિનયને તારી ક્યાં જરૂર છે, મુન્ના માટે તો હું છું ને. એક વખતે દેવર્ષિ પિયરથી સાસરીમાં પાછી આવતા તેના બેડરૂમમાં ભાણીના આંતરવસ્ત્રો મળી આવ્યા હતા. આ વિશે તેણે પતિને પૂછતા, વિનયે કહ્યું કે, છઝ્રનું બિલ ઓછું આવે એટલે અમે સાથે જ સૂઈ જતા. આટલું જ નહીં નવરાત્રીમાં ભાણી મામા સામે બ્લાઉઝ અને ચણીયામાં આવીને પૂછતી, મુન્ના હું કેવી લાગું છું અને મામીની હાજરીમાં જ ટૂંકા વસ્ત્રો પહેરીને મામા સામે આવતી અને માસિક ધર્મની જાણ કરતી. પત્ની જ્યારે ભાણીની આવી કરતૂતો સામે અવાજ ઉઠાવે તો પતિ તેની સાથે ગાળા ગાળી કરીને મારપીટ કરતો અને ૩ જાન્યુઆરી ૨૦૨૦એ વિનયે દેવર્ષિ બેનને માર મારીને ઘરમાંથી દીકરા સાથે કાઢી મૂક્યા. ત્યારથી તેઓ પિયરમાં જ રહે છે. તેમણે સાસરિયાઓના આ ત્રાસ વિશે પતિ, જેઠ-જેઠાણી, નણંદ-નણદોઈ તથા ભાણી સામે શારીરિક-માનસિક ત્રાસ, દહેજની માંગણીની ફરિયાદ નોંધાવી છે.