અમદાવાદ
ઇસનપુરમાં કોર્પોરેટર ગૌતમ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આ બેઠક પર ૧૦૦૬૮૬ મતદારોએ તેમનું ભાવિ નક્કી કર્યું છે. જેમાં ૫૧૯૯૭ પુરૂષો અને ૪૮૬૮૯ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં ઇસનપુરમાં ૪૧.૯૮ ટકા જેટલું મતદાન થયું હતું.રવિવારે અમદાવાદના ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. બંને વોર્ડમાં ભાજપના કોર્પોરેટરોની જીત થઈ છે. જેમાં ઈસનપુર વોર્ડમાં ભાજપના મૌલિક પટેલ તથા ચાંદખેડા વોર્ડમાં ભાજપના રીટાબેન પટેલની જીત થઈ છે. નોંધનીય છે કે, એક કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં આ બંને સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. રવિવારે થયેલા મતદાનમાં ચૂંટણી પંચ મુજબ આ બંને વોર્ડની ચૂંટણીમાં સરેરાશ ૨૨ ટકા મતદાન થયું હતું. જેમાં ઈસનપુર વોર્ડમાં ૨૩.૬૦ ટકા જ્યારે ચાંદખેડા વોર્ડમાં ૨૦.૩૨ ટકા મતદાન નોંધાયું હતું. આ બંને વોર્ડની સીટો પર ઈસનપુરમાં ૩ અને ચાંદખેડામાં ૪ ઉમેદવાર મેદાનમાં હતા. ચાંદખેડા વોર્ડમાં ભાજપમાંથી રીના પટેલ જ્યારે કોંગ્રેસમાંથી દિવ્યા રોહિત વચ્ચે મુખ્ય જંગ હતી. તેમજ ઇસનપુર વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર સ્વ.ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ મળી હતી. જ્યારે કોંગ્રેસે ભાવેશ દેસાઈને મેદાનમાં ઉતાર્યા હતા. ચાંદખેડા અને ઈસનપુર વોર્ડમાં ચૂંટાયેલા કોર્પોરેટરે રાજીનામું આપતા અને એક કોર્પોરેટરનું અવસાન થતાં બંને સીટ પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચાંદખેડાની સીટ માટે રવિવારે વહેલી સવારથી જ મતદારોનો ધસારો જાેવા મળ્યો હતો. ચાંદખેડા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીટાબેન પટેલે દુન બ્લોસમ સ્કૂલમાં પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું હતું. ચાંદખેડા વોર્ડમાં રવિવારે સવારે ૭ વાગ્યાથી જ અલગ અલગ ૨૪ કેન્દ્રો પર મતદાન શરૂ થયું હતું. ધીમે ધારે શરૂ થયેલ મતદાને ૯ વાગ્યા સુધી ઝડપ પકડી હતી અને મોટા ભાગના કેન્દ્રો પર મોટી સંખ્યામાં મતદારો જાેવા મળ્યા હતા. મતદાન કેન્દ્રોમાં કોરોનાની તમામ ગાઈડ લાઈનનું પાલન પણ કરાવવામાં આવ્યું હતું.
