અમદાવાદ
સુરેશભાઈ પટણી પોતાના પરિવાર સાથે બાપુનગર વિસ્તારમાં રહે છે. તેઓ કડીયાકામમાં મજૂરી કરે છે. ગઈકાલે સાંજે એક મકાનનું ચણતરનું કામ પતાવીને તેઓ સંબંધીને મળવા માટે વસ્ત્રાલ ખાતે ગયા હતા. ત્યાંથી પરત ફરતા તેઓએ વસ્ત્રાલ ગામથી રિક્ષામાં બેસી ઘરે જઈ રહ્યા હતા. રિક્ષામાં પહેલેથી જ એક શખ્સ બેઠો હતો. તેઓએ રિક્ષા ડ્રાઈવરને કહ્યું કે, મારે રબારી કોલોની જવું છે. ત્યારબાદ રિક્ષા ડ્રાઈવર વસ્ત્રાલ ચાર રસ્તાથી રબારી કોલોની તરફ રિક્ષા લઈ જઈ રહ્યો હતો. જાેકે તેણે અચાનક મહાદેવનગર કેનાલ પાસે રોડની અંદરની સાઈડ પર રિક્ષા ઉભી રાખી અને મારી પાસે ભાડું માગવા લાગ્યો હતો. સુરેશભાઈએ ડ્રાઈવરને ‘મારે રબારી કોલોની ચાર રસ્તા ઉતરવાનું છે’ તેમ કહેતા જ ડ્રાઈવર ઉશ્કેરાઈ ગયો હતો અને રિક્ષા રબારી કોલોની નહીં જાય તેમ કહીં સુરેશભાઈ સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. સુરેશભાઈએ જ્યારે ગાળો ના બોલો એમ કહ્યું તો ગુસ્સામાં તેમની સાથે ઝપાઝપી પણ કરવા લાગ્યો હતો. થોડીવાર બાદ રિક્ષા બેસેલો અન્ય શખ્સ પણ ડ્રાઈવરનું ઉપરાણું લઈ સુરેશભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમા સુરેશભાઈ ઈજાગ્રસ્ત થયા હતા. બચાવ માટે તેઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તે જાેઈ ડ્રાઈવર અને શખ્સ બંને સુરેશભાઈને ધક્કો મારી રિક્ષા લઈ ભાગી ગયા હતા. ઝપાઝપીમાં સુરેશભાઈનો સ્માર્ટ ફોન પણ તુટી ગયો હતો. સુરેશભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં અન્ય રિક્ષા કરી ઘરે પહોંચ્યા અને પરિવારને સમગ્ર મામલો કહ્યો. જેથી તેમના દીકરાએ તાત્કાલિક ૧૦૮માં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી અને સુરેશભાઈને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખસેડાયા હતા. બીજીતરફ તેમના દીકરાએ સમગ્ર મામલે રિક્ષા ડ્રાઈવર અને તેના સાથીદાર વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદના આધારે રિક્ષા ડ્રાઈવરને શોધવાની તજવીજ હાથ ધરી છે.શહેરના વસ્ત્રાલ ખાતે સામાન્ય બોલાચાલીમાં રિક્ષાચાલકે મુસાફરને બિભત્સ ગાળો બોલી ઝપાઝપી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મુસાફરના દીકરાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મેં માત્ર મને રબારી કોલોની ઉતારી દો એટલું કહેતા રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને મારી સાથે ઝપાઝપી કરી મને ધક્કો મારી ભાગી ગયો હતો. મુસાફર ઈજાગ્રસ્ત થતા ૧૦૮ની મદદથી તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા અને ફરિયાદના આધારે રામોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે.
