કંપની આરવી ડેનિમ સામે આવી છે
અમદાવાદ: નારોલ આરવી ડેનિમ સામે આવેલી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ કંપનીના બોઇલરમાં આગ લાગી છે. ઘટનાની જાણકારી મળતા ફાયર ફાઇટરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અંદાજે 12 જેટલા ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. અત્યાર સુધી જાનહાનીના કોઇ સમાચાર મળ્યા નથી.
