અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાંથી એકીસાથે 17 સિંહના ટોળાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે મળતી માહિતી પ્રમાણે વિડિયો ખાંભા તુલસીશ્યામ રેન્જ નો હોવાનું માલૂમ પડે છે દુર્લભ દર્શન કહેવાતું આ દ્રશ્ય જોવા મળ્યું છે મોટાભાગે ગીર જંગલમાં પાંચથી સાત સિંહોના ટોળા ના દર્શન થતાં હોય છે પરંતુ પહેલી વાર જ આવો દુર્લભ નજારો સામે આવી રહ્યો છે જે વિડીયો વાયરલ થયો છે તે ખાંભા તુલસીશ્યામ રેન્જ વિસ્તારમાં આવેલ પીપળવા ચતુરી રોડનો હોવાનું માલુમ પડયું છે આ વિસ્તારમાં રાત્રિના સમયે નાના-મોટા મળી કુલ ૧૭ સિંહો નું ટોળું પસાર થતાં જોવા મળ્યું હતું આ વિસ્તારમાં આ સૌથી મોટું ટોળું વસવાટ કરતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સિંહની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારોમાં પણ સિંહના આ રીતના દર્શન થતાં હોય છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સિંહના અવર જવરના બનાવોમાં વધારે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


