સવિનય જયભારત સાથ જણાવવાનું કે, અમરેલી નગરપાલીકા ધ્વારા છેલ્લા પાંચેક વર્ષથી ભુગર્ભ ગટર કાર્યરત છે અમરેલી શહેરના મુખ્ય વિસ્તાર ગામતળ એટલે કે જુના અમરેલીનો વિસ્તાર ખુબ જ સાંકળી ગલીયોવાળી હોય, જેની અંદર ભગર્ભ ગટર સફાઈકામ કરવા માટે મોટ વાહન જઈ શકત ન હોય, જેથી કરીને સફાઈ કામ અધુરુ રહી જવાથી ગટર અવાર નવાર ભરાઈ જવાના પેચીદો પ્રશ્ન ઉદભવી રહયો છે અને તે પ્રશ્નના નિકાલ યોગ્ય તે સાધના, યોગ્ય તે વાહનના હિસાબે અટકી પડયો છે, તે અમારી આપ સાહેબને નમ્રપણે રજુઆત છે કે, અમરેલી અને તેના જાના વિસ્તારના સાંકળી ગલીયોવાળી વિસ્તારની સમસ્યાને ધ્યાનમા લઈ સદરહું વિસ્તારોમાં ગટરની નિયમીત રીતે સફાઈ કામ થઈ રહે તે માટે સાધના તાત્કાલિક વસાવવા જોઈએ જેથી કરીને આવી સમસ્યાઓથી ઉભદતો રોગચાળો પણ અટકી શકે અને ગલીએ એકદમ ગંધરહીત અને સ્વચ્છ રહી શકે. માટે આપ સાહેબને રજુઆત કરીએ છીએ કે, આવા સાધના વસાવીને લોકોની સમસ્યાનું નીરાકરણ વહેલામા વેહેલી લાવવા નમ્ર અનેરોધ છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


