રિપોર્ટર: ભાવેશ વાઘેલા.
ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે તારીખ ૧૯ ડિસેમ્બરના દિવસે મતદાન શાંતીપૂર્ણ રીતે યોજાય તેના માટે ગુજરાતના પ્રથમ અમરેલી જિલ્લામાં એકીસાથે 8 ઇસમો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય તે માટે અમરેલીના પોલીસ અધીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા જિલ્લામાં દારૂનુ ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ધધાથી ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તડીપાર ના કાયદાઓ હેઠળ કાર્યવાહી કરાઈ હતી જેમની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના હું સામાજીક પ્રવૃત્તિઓ કરતા બુટલેગરો વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલાયા હતા જેના અંતર્ગત અમરેલી એસપી ની ટીમ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આઠ શખ્સોની અટકાયત કરી તેમને જેલના હવાલે ધકેલાય છે
અમરેલી પોલીસની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમોને ચેતતી કાર્યવાહી
આઠ બુટલેગરો વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ મોકલાય
જિલ્લા કલેકટર દ્વારા એકી સાથે આઠ બુટલેગરોના વોરંટ ઇસ્યુ કરાયા
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


