અમદાવાદ
બોપલ- ઘુમાના વિસ્તારને છ,મ્,ઝ્ર અને ડ્ઢ એમ ચાર ગ્રેડ આપવામાં આવ્યા છે. જે વિસ્તારની જંત્રી ૨૨,૦૦૦ હજાર છે તે મિલ્કતોનો છ ગ્રેડમાં, જ્યાં જંત્રી ૧૩,૫૦૦થી ૨૨૦૦૦ સુધીની છે તે મિલ્કતોને મ્ ગ્રેડ, જ્યાં જંત્રી ૬,૭૫૧થી ૧૩,૫૦૦ની છે તે મિલકતોને ઝ્ર ગ્રેડ અને જે વિસ્તારની જંત્રી ૬,૭૫૧ સુધીની છે તે મિલ્કતોને ડ્ઢ” ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છ ગ્રેડની મિલકતો માટે ૧.૬ નો દર, મ્ ગ્રેડ માટે ૧.૧નો દર, ઝ્ર ગ્રેડ માટે ૦.૯ તથા ડ્ઢ ગ્રેડની મિલ્કતો માટે ૦.૬ના દર મુજબ ટેક્સની ગણતરી કરવામાં આવશે. ટેક્સના ભારણમાં વધારો થવા અંગે એએમસીના સત્તાધીશો કંઈ કહેવા તૈયાર નથી. જ્યારે બોપલ નગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે બેથી ત્રણ ગણો ટેક્સ ઉઘરાવવા માટે જ આ વિસ્તારનો એએમસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોપલ નગરપાલિકા દ્વારા દર વર્ષે ૮થી ૯ કરોડ રૂપિયાની આકારણી કરવામાં આવી હતી. જેની સામે અંદાજે ૬ કરોડની આવક થતી હતી. હવે કોર્પોરેશન જંત્રી અને ક્ષેત્રફળ મુજબ આકારણી કરી છે. જેનાથી મનપાને આ વિસ્તારમાંથી ટેક્સની ૨૨ કરોડ જેટલી જંગી આવક થશે. મનપા દ્વારા અત્યાર સુધીમાં ૪૦,૦૦૦ મિલકતો પૈકી ૧૮,૫૦૦થી વધુ મિલકતોની આકારણી કરી દીધી છે અને જાન્યુઆરી ૨૦૨૨માં બોપલ ઘુમાના રહેવાસીઓને ટેક્સના બિલ મોકલી દેવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોને સુવિધાઓ ઝડપથી આપવાને બદલે લોકો પાસેથી ટેક્સના નામે પૈસા કઈ રીતે ઉઘરાવી તિજાેરી ભરાય તેમાં માહેર છે. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બોપલ-ઘુમાની ૪૦,૦૦૦ જેટલી મિલકતોની આકારણી કરી ૨૦થી ૩૦ કરોડ ભેગા કરવાનું આયોજન કર્યું છે. કોર્પોરેશન દ્વારા બોપલ-ઘુમાની મિલકતોમાં ક્ષેત્રફળ મુજબ ટેક્ષ લેવામાં આવશે. જેના કારણે મિલકતવેરાની રકમમાં બેથી ત્રણ ગણો વધારો થશે. ટેક્સની આકારણી જંત્રી મુજબ કરવામા આવી રહી છે, જેમાં ચાર ગ્રેડમાં વિસ્તારને વહેચવામાં આવ્યો છે.જેના કારણે બોપલ ઘુમાના નાગરિકોને નગરપાલિકા હતી. ત્યારે રો-હાઉસ અને ફ્લેટના બે રૂમ રસોડાના મકાનનો ૧૦૦૦ ટેક્સ ચૂકવતા હતા. તેમાં હવે લોકોને ૩૦૦૦ રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે. બે ગણા ટેક્સ વધારાની સામે લોકોનો આક્ષેપ છે કે સુવિધાઓ મળી નથી. આજે પણ બોપલ અને ઘુમાના ૭૦ ટકા વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચ્યા નથી. રસ્તાઓ બનતા નથી અને સોસાયટીઓમાં લાઈટોની સુવિધા પણ પહોંચી નથી.
