Gujarat

આંબરડી ભૂપત,જામ આંબરડી, ભોજાબેડી, વિરપુર, ગઢકડા તથા બમથીયા ગામના લોકોને અનેક યોજનાઓનો લાભ ઘર આંગણે જ ઉપલબ્ધ થશે

રાજયના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાલક્ષી રજુઆતોનો ઉકેલ સ્થાનિક કક્ષાએ જ ઝડપથી આવે તે માટે જામજોધપુર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા.૧૨/૧૧/૨૦૨૧ શુક્રવારના રોજ જામજોધપુર તાલુકાના આંબરડી ભુપત ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જામજોધપુર ગામના આજુબાજુના ગામો જેવા કે આંબરડી ભૂપત,જામ આંબરડીભોજાબેડીવિરપુરગઢકડા તથા બમથીયા આમ કુલ ૬ ગામના લોકોના વ્યકિતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર સવારના ૯:૦૦ થી સાંજના ૦૫-૦૦ કલાક સુધી કરવામા આવશે.

           આ સેવા સેતુ કાર્યક્રમમાં આવકજાતિનોન ક્રિમિલીયરડોમિસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓરેશનકાર્ડને લગતી અરજીઓઆધારકાર્ડની અરજીઓ આધારકાર્ડ અને મતદારયાદીમાં નામ નોંધાવવાની અરજીઓ તેમજ વિધવા સહાયવૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ તથા ઇ-ધરામાં નવી નોંધ દાખલ કરવાની અરજીઓ અને માં અન્નપૂર્ણા યોજનામાં અમૃતમ યોજનાવાત્સલ્ય કાર્ડના લાભાર્થીઓની નોંધણીદિવ્યાંગતા પ્રમાણપત્રજન્મની નોંધણી ન થયેલ હોય તેવા વરિષ્ઠ નાગરિકોને ઉંમરના પ્રમાણપત્રો આપવાની તથા રી-સર્વેની વાંધા અરજીઓનો સ્વીકાર જેવી કામગીરી કરવામાં આવશે. ઉપરોકત ગામોના લોકોને આ સેવા સેતુ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભ લેવા મામલતદારજામજોધપુર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *