Gujarat

આગામી દિવાળી/નૂતન વર્ષના તહેવાર અનુસંધાને ભાવનગર રેન્જના ત્રણેય જિલ્લાઓમાં ગુન્હાખોરી ડામવા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ACTION PLAN

 ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, આગામી દિવાળી/નૂતન વર્ષના તહેવાર અન્વયે પોલીસ દ્વારા તા.૨૧/૧૦/૨૦૨૧ થી તા.૩૦/૧૦/૨૦૨૧ સુધીમાં ખાસ Action Plan કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ સ્ટેશનના થાણા અધિકારી કર્મચારીઓ, LCB, SOG, ટ્રાફિક પોલીસ, પોલીસ હેડ ક્વાટર્સના અધિકારી/કર્મચારીઓ, BDDS ટીમ તથા ઘોડશ્વાર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા મુખ્ય બજારો પર સતત પેટ્રોલીંગ કરવામાં આવનાર છે, પોલીસ પાસે ઉપલબ્ધ વાહનોનો અસરકારક ઉપયોગ થાય તે માટે સ્કીમ બનાવવામાં આવેલ છે, દિવાળીના તહેવાર દરમ્યાન ચોરી, લૂંટ, ધાડ જેવા મિલ્કત સંબંધી ગુન્હાઓ તથા શરીર સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ CCTV)ને ખાસ સૂચના આપવામાં આવેલ છે, દિવાળીના તહેવાર અનુસંધાને હિન્દુ/મુસ્લિમ સમાજના લોકો વચ્ચે સોશ્યલ મિડીયા પર વર્ગ વિગ્રહ કરનાર લોકો પર સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહેલ છે, રાજ્ય સરકાર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામાંનો ચૂસ્ત અમલ કરવામાં આવનાર છે, તમામ પો.સ્ટે., LCB, SOG ના ચુનંદા પોલીસ અધિકારી/કર્મચારીઓની ખાસ ટુકડીઓ તૈયાર કરવામાં આવેલ છે જેઓ ખાનગી કપડામાં પોતાની ફરજ અદા કરશે અને ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓ તથા ગુન્હાહિત માનસ ધરાવનાર વ્યક્તિઓ ઉપર ચાંપતી નજર રાખશે, સ્થાનિક પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓની છેડતી ન થાય તે માટે રોમિયો સ્કોવ્ડ તૈયાર કરવામાં આવેલા છે.
નાગરિકોને અપીલ :  દિવાળી દરમ્યાન જે લોકો બહાર ગામ જનાર હોય તેવા લોકોએ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના જેવો કિંમતી સર સામાન ઘરમાં ન રાખી બેંકના લોકરમાં ડિપોઝીટ કરવો તેમજ બહાર ગામ જવા બાબતે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, દિવાળી દરમ્યાન આગજનીના બનાવ ન બને તથા ફટાકડાથી દાજી જવાના બનાવ ન બને તે માટે સલામતિ જાળવવી તથા ફટાકડાના છુટ્ટા ઘા ન કરવા, બેંક, આંગડીયા પેઢી, જ્વેલર્સની દુકાને જતી વખતે, ATMમાં પૈસા ઉપાડવા જતી વખતે, ખરીદી કરવા જતી વખતે બેગ લીફ્ટીંગ, પીક પોકેટીંગ, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરી જેવા બનાવો બનવા ન પામે તે માટે પોતાના બેગ/સામાન/ મોબાઇલ/પાકીટ/પહરેલ ઘરેણાં/વાહનોની ખાસ કાળજી રાખવી, આપની આજુબાજુ કોઇ અનિચ્છનિય બનાવ બને તો તાત્કાલિક નજીકના પો.સ્ટેમાં જાણ કરવા,  હિન્દુ/મુસ્લિમ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવી કોમેન્ટ ન કરવા તથા ગુન્હાખોરી અટકાવવા કામ કરી રહેલ પોલીસને સાથ અને સહકાર આપવા ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર, IPSનાઓ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *