Gujarat

આગામી લોકરક્ષક ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને શારિરીક કસોટી પાસ કરાવવા માટે વિનામૂલ્યે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવતી ભાવનગર રેન્જ પોલીસ

આગામી લોકરક્ષક ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને શારિરીક કસોટી પાસ કરાવવા માટે વિનામૂલ્યે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવતી ભાવનગર રેન્જ પોલીસ
આગામી સમયમાં રાજય સરકાર દ્વારા ગુજરાત પોલીસદળમાં વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓમાં સીધી ભરતીથી હથિયારી, બિન હથિયારી પોલીસ લોકરક્ષક તથા SRPF કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની ભરતી યોજાનાર છે અને આ ભરતીમાં ભાગ લેવા માટે ભાવનગર રેન્જમાં શારીરિક કસોટીની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે તેમજ શારીરિક કસોટીની પૂર્વ તૈયારીના ભાગ રૂપે નીચે મુજબના ગ્રાઉન્ડ ઉપર સવારે ૦૬:૩૦ થી ૦૯:૦૦ના સમયગાળા દરમ્યાન વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે તથા નીચે આપેલ ગ્રાઉન્ડ પર શારિરીક કસોટીની તૈયારી કરવા માટે ગ્રાઉન્ડ પર નોંધણીની કાર્યવાહી શરૂ છે. શારિરીક કસોટીની તૈયારી કરી રહેલ સ્ત્રી-પરૂષ વધુમાં વધુ સંખ્યામાં નોંધણી કરાવી તાલીમ મેળવે તે માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર, IPS ભાવનગર રેન્જનાઓ દ્વારા તમામ ઉમેદવારોને અપીલ કરવામાં આવે છે.
ભાવનગર :
(૧) પોલીસ હેડ ક્વાટર નવાપરા ભાવનગર (૨) ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડ
(૩) તળપદા કોળી જ્ઞાતિની વાડી રામપરા રોડ તળાજા (૪) મારૂતિ શો-રૂમની સામે બંદર રોડ મહુવા
(૫) ગૂરૂકુળ સોનગઢ
અમરેલી :
(૧) સમર્થ વ્યાયામ મંદિર અમરેલી (૨) લાઠી પોલીસ લાઇન ગ્રાઉન્ડ
(૩) કમળશી હાઇસ્કુલ ગ્રાઉન્ડ બાબરા (૪) કે.કે.પારેખ હાઇસ્કુલ સાવરકુંડલા
(૫) નોબલ વર્ડ્્ સ્કુલ રાજુલા (૬) નવરચના ઇગ્લિંશ મિડીયમ સ્કુલ જાફરાબાદ
બોટાદ :
(૧) પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ખસ રોડ (૨) એમ.ડી. સ્કુલ પાળીયાદ રોડ બોટાદ
(૩) વડોદરીયા સુ.ઝ. હાઇસ્કુલ સ્કુલ પાળિયાદ (૪) ઝબુબા હાઇસ્કુલ બરવાળા
(૫) અડતાળા ક્રિકેટ ગ્રાઉન્ડ ગઢડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *