Gujarat

આજથી ઘુડખર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લુ મુકાશે

ધ્રાંગધ્રા (કચ્છનું નાનું રણ):
કચ્છનું નાનું રણ 4953 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક  દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ શિયાળાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.  આ રણ ની અંદર વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે  સરકારના વન  વિભાગ દ્વારા વન્ય પ્રાણી ને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે  શિયાળામાં નિઃશુલ્ક શિબિર નું આયોજન થાય છે. આજથી 15 જૂન સુધી આ અભયારણ્ય પ્રવાસી માટે ખુલ્લું રહેશે. જો કે રણમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી પ્રવાસીઓ ને 20 દિવસ જેટલો સમય રાહ પણ જોવી પડે એડમીન લાગી રહ્યું છે તયારે પ્રવાસીઓ ને આવનારા દિવસોમાં સમય મર્યાદા ની ખાસ છૂટ અપાય તેમ પણ હાલ લાગી રહ્યું છે. છેલ્લા વર્ષોમાં આ રણ ની અંદર મુલાકાત લેનાર પ્રવાસી ની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. શિયાળામાં આ રણની અંદર બહાર થી વિદેશી પક્ષીઓ પણ બહુ મોટી સંખ્યામાં આવે છે. છેલ્લે થયેલ ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા 6082 જેટલી નોંધાયેલ છે. આ પક્ષીઓ હજારો કિલોમીટર દૂર થી અહીં આવે છે. તેનું કારણ અહીયાનું વાતાવરણ તેમજ તેમને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહે છે.

Screenshot_20211016_185453.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *