રાજ્યનો પ્રત્યેક વ્યક્તિ તે પછી પુરુષ હોય કે મહિલા પગભર અને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે રાજી અને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ લઘુ ઉધ્યોગ થી લઈ મોટા ઉધ્યોગ અને મહિલા મંડળો દ્વારા ચાલતા નાનામોટા તમામ ઉધ્યોગ થકી લોકો રોજગારી મેળવી શકે તે હેતુસર છોટાઉદેપુર જિલ્લા અગ્રણી બેન્ક એવી બેન્ક ઓફ બરોડા દ્વારા આઝાદીકા અમ્રુત મહોત્સવ અંતર્ગત આજે છોટાઉદેપુર જીલ્લામાં આવેલ તમામ 11 જેટલી બેન્કો ને એકજ સ્થળે દરબાર હૉલ ખાતે ક્રેડિટ આઉટ રીચ પ્રોગ્રામ અંતર્ગત એકઠી કરી ધિરાણ સુગમતા કાર્યક્રમનું જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ ની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં જિલ્લાના 1403 લાભાર્થીઓને 36.30 કરોડના ધિરાણ સહાયના ચેક , લોન અને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા , આ પ્રસંગે બેન્ક ઓફ બરોડાના RBDM રિજનલ ઓફિસર અશોક કુમાર અને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર કુંદનલાલ , નાબાર્ડ ના DDMદર્શન દેવોર સહિત જિલ્લાની તમામ બેન્કના અધિકારીઓએ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તારીખ 14 થી 28 ઓકટોબર દરમિયાન નિર્ધારિત લક્ષયાંક મુજબ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરી લક્ષ્યાંક પૂર્ણ કરી લાભાર્થીઓને લાભ આપ્યો છે.કલેક્ટર સ્તુતિ ચારણે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળતા લાભો લઈ આત્મ નિર્ભર અને પગભર થવા લોકોને અનુરોધ કર્યો હતો .


