નવસારી
કોરોનાનો કહેર હળવો થયા બાદ માંડ માંડ શરૂ થયેલા ઉદ્યોગોને કારણે અર્થતંત્ર પાટે ચડ્યું છે. ત્યારે રેલવે વિભાગ પાસ હોલ્ડરોના હિત માટે ઈન્ટરસિટી ટ્રેનમાં કોચ વધારવાની સાથે અન્ય પેસેન્જર ટ્રેન શરૂ કરે તેવી માંગ પણ આવેદનમાં કરવામાં આવી છત્ આમ આદમી પાર્ટીના કાર્યકર મહેશ બાસ્ટીકરના જણાવ્યા મુજબ નવસારીના નેતાઓને રેલવેને લગતા પ્રશ્નો હલ કરવામાં કોઇ રસ નથી. ટ્રેનમાં કોચ વધારવાની સમસ્યા તેમને દેખાતી નથી. દોઢ વર્ષ અગાઉ પણ આ જ પ્રકારની સમસ્યા આવી હતી, જે હજી સુધી ઉકેલાઈ નથી. દાહોદ ઇન્ટરસિટી ટ્રેનને સ્પેશિયલ કેટેગરીમાં કેમ દોડાવાઈ રહી છે તેવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો. તેને પાસ હોલ્ડરો માટે ઉપયોગી બનાવવાની માંગ અનેક વખત કરવામાં આવી છે છતાં કોઈ કામગીરી થઈ નથી તેવા આક્ષેપો કરાયા હતા. વધુમાં જણાવાયું હતું કે, વૃદ્ધો, મહિલાઓ અને વિકલાંગો જ્યારે આ ટ્રેનમાં સુરત ખાતે અપડાઉન કરે છે, ત્યારે તેમની સમસ્યા જાણવી પણ ખુબ જરૂરી બની રહે છે.આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નવસારી જિલ્લા રેલવે સ્ટેશન મેનેજરને કોચ વધારવાની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું. નોંધનીય છે કે સુરત જવા માટે વલસાડ-બીલીમોરા-નવસારી-મરોલીથી હજારોની સંખ્યામાં પાસ ધારકો રોજ અપડાઉન કરે છે. વહેલી સવારે વલસાડથી ઉપડતી ૧૨૯૨૯ ઇન્ટરસિટી ટ્રેન સુરત જતા રત્નકલાકારો અને ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા કામદારો, કર્મચારીઓ અને મજૂરો માટે આશીર્વાદરૂપ છે. કોરોના હળવો થયા બાદ રેલવે વિભાગે શરૂ કરેલી ટ્રેનોમાંની કેટલીક હજુ પણ સ્પેશિયલ કેટેગરી સાથે દોડી રહી છે. જેમાં જનરલ કોચ ઓછા અને એસી કોચ વધુ હોવાથી પાસ ધારકોને સ્જી્ (મન્થલી સિઝન ટિકીટ) કોચમાં ધક્કામુક્કી અને ભીડભાડ સાથે પ્રવાસ કરવો પડી રહ્યો છે. ક્યારેક ટ્રેન છૂટી જવી, ચાલુ ટ્રેનમાંથી પડી જવા જેવા ગંભીર ઘટનાઓ પણ બને છે. ત્યારે આ સમસ્યાને નિવારવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નવસારી જિલ્લા રેલવે સ્ટેશન મેનેજરને કોચ વધારવાની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું.
