Gujarat

આરોગ્ય મંત્રાલયે કોરોના વેક્સિનેશન વચ્ચે પોલિયો રસીકરણ અભિયાન ટાળ્યું

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થવાનો છે. આની અસર હવે દેશમાં ચાલી રહેલા અન્ય અભિયાનો ઉપર પડતી જોવા મળી રહી છે. 17 જાન્યુઆરીએ થનાર પોલિયો રસીકરણ દિવસને આગળ વધારી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે આની જાણકારી આપવામાં આવી.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, અપ્રત્યાશિત ગતિવિધિઓના કારણે હાલમાં આ કાર્યક્રમને આગામી આદેશ સુધી રદ્દ કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ભારતમાં મોટા સ્તર પર પોલિયો ડ્રોપ સાથે જોડાયેલો અભિયાન ચલાવવામાં આવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં બાળકોને પોલિયોની રસી આપવામાં આવે છે. ભારત દુનિયાનું સૌથી મોટું અભિયાન ચલાવે છે, પરંતુ હવે કોરોના વેક્સિનેશનના અભિયાનના કારણે આને કેટલાક સમય સુધી ટાળી દેવામાં આવ્યો છે. હવે આ અભિયાન ક્યારે થશે, તેની જાણકારી નથી.

ઉલ્લેખનિય છે કે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરતાં કોરોના વેક્સિનેશનને લઈને વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાજ્યોને કહ્યું હતુ કે, કોરોના વેક્સિનેશનનું કામ દુનિયાનું સૌથી મોટું અભિયાન હશે, પરંતુ તેના સાથે અન્ય રસીકરણનું પણ કામ ચાલતું રહેશે. પીએમ મોદીએ કહ્યું હતુ કે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જે અભિયાનોને ચલાવવામાં આવી રહ્યાં છે, તે ચાલતા રહેશે અને કોરોના વેક્સિનેશનનું કામ પણ થતું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *